
જો IPLના સૌથી સફળ કેપ્ટનનું નામ આવે છે, તો તે લિસ્ટમાં માત્ર એક જ કેપ્ટન છે જે મહેન્દ્ર સિંહ ધોનીને ટક્કર આપી શકે છે. તે કેપ્ટનનું નામ છે રોહિત શર્મા. રોહિતની કપ્તાનીમાં જ મુંબઈ ઈન્ડિયન્સે તેનું પ્રથમ IPL ટાઈટલ જીત્યું હતું. તેની કેપ્ટનશીપમાં મુંબઈએ પાંચ વખત IPL ટ્રોફી જીતી, પરંતુ શુક્રવારે આ ફ્રેન્ચાઈઝીએ બધાને ચોંકાવી દીધા અને મોટો નિર્ણય લીધો.
મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં જ ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ થયેલા હાર્દિક પંડ્યાની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરી હતી અને રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવી દીધો હતો. આ સાથે સમગ્ર ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આનાથી રોહિતના ફેન્સ ખૂબ નારાજ થયા હતા. તેમાંથી એક ચાહકે તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ પણ બાળી નાખી હતી.
રોહિત 2013થી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાની હેઠળ ટીમે 2013, 2015, 2017, 2019, 2020માં ટાઈટલ જીત્યું હતું. આ ટીમ ગયા વર્ષે પણ પ્લેઓફમાં પહોંચી હતી. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને ટોચ પર લઈ ગયો હતો જે બાદ તે ટીમ ઈન્ડિયાનો પણ કેપ્ટન બન્યો હતો અને આજે ભારતની નેશનલ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
You deserve this mf Mumbai Indians
Rohit Sharma shoes have bigger legacy than Mumbai Indians & Hardik Pandya#NoCaptainRohitNoMI pic.twitter.com/vvf6utz1b0
— Nisha (@NishaRo45_) December 15, 2023
હાર્દિક પંડ્યાને મુંબઈનો કેપ્ટન બનાવવાનો નિર્ણય સામે આવતાની સાથે જ રોહિતના ચાહકો અને મુંબઈના કેટલાક ચાહકો પણ નિરાશ થઈ ગયા હતા. આ કારણે મુંબઈએ તેના ઘણા ફોલોવર્સ પણ ગુમાવ્યા હતા. આ દરમિયાન ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પ્રશંસક મુંબઈ ઈન્ડિયન્સની કેપ જમીન પર પછાડે છે અને પછી તેને પગથી કચડી નાખે છે. આ પછી આ વ્યક્તિ આ ટોપી સામે રાખે છે. આ વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે રોહિત શર્મા બધાથી ઉપર છે. આના પરથી સમજી શકાય છે કે રોહિતની ફેન ફોલોઈંગ કેવી છે.
Rohit Sharma over anything pic.twitter.com/PZQ24D7tfy
— Yasir45 (@PoetVanity45) December 15, 2023
પંડ્યાએ 2015માં રોહિતની કેપ્ટનશીપમાં તેની IPL કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ 2022ની મેગા ઓક્શન પહેલા જ્યારે મુંબઈએ પંડ્યાને રિટેન ન કર્યો ત્યારે પંડ્યાને નવી ટીમ ગુજરાતે ખરીદ્યો. ગુજરાતે પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો. તેમની કપ્તાનીમાં ટીમે પ્રથમ સિઝનમાં જ ખિતાબ જીત્યો હતો. બીજી સિઝન એટલે કે IPL 2023માં ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી. જોકે, આ ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.
બે સિઝનમાં ફાઇનલાં પહોંચવાના કારણે ગુજરાત ટાઈટન્સ અને હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં પણ સાથે જ રહેશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા આશ્ચર્યજનક રીતે ગુજરાત છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. હવે તેને આ ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. આ બાબતે ચાહકોનો એક જ મત છે કે ‘આ ખોટું છે.’
આ પણ વાંચો: શું ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? ટૂર્નામેન્ટ પર ICC તરફથી મોટા સમાચાર