Team India Warm-up Match: ઈંગ્લેન્ડમાં ક્રિકેટ ચાહકે ભારતીય ખેલાડીની મજાક ઉડાવી તો વિરાટ કોહલીએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ વીડિયો

|

Jun 26, 2022 | 7:16 AM

Cricket : ઇંગ્લિશ ક્લબ લિસેસ્ટરશાયર સામેની વોર્મ-અપ મેચ દરમિયાન ચાહકોએ ભારતીય ખેલાડી કમલેશ નાગરકોટી (Kamlesh Nagarkoti) સાથે ખરાબ વર્તન કર્યું હતું. આના પર વિરાટ કોહલી (Virat Kohli) એ ચાહકો પર આકરા પ્રહારો કર્યા હતા.

Team India Warm-up Match: ઈંગ્લેન્ડમાં ક્રિકેટ ચાહકે ભારતીય ખેલાડીની મજાક ઉડાવી તો વિરાટ કોહલીએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ વીડિયો
Virat Kohli got angry on Fans (PC: Twitter)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલના દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ઇંગ્લન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઇન્ડિયા હાલ લેસ્ટરશાયર ક્લબ સાથે વોર્મ-અપ મેચ રમી રહી છે. આ મેચ દરમિયાન સ્ટેન્ડ પર બેઠેલા દર્શકોએ ભારતીય ખેલાડી સાથે ખરાબ વર્તન કર્યું હતું. મેચ દરમિયાન ચાહકોએ ભારતીય ખેલાડી કમલેશ નાગરકોટી (Kamlesh Nagarkoti) ની મજાક ઉડાવી હતી. જેને જોઇએ ભારતના પુર્વ સુકાની અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ગુસ્સે ભરાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો વિરાટ કોહલીને સપોર્ટ કરી રહ્યા છે.

આ બધું જોઈને પૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ગુસ્સે થઈ ગયો હતો અને યુવા ખેલાડીના બચાવમાં આવ્યો હતો. ડ્રેસિંગ રૂમના લૉનમાંથી બહાર આવીને તેણે ક્રિકેટ ચાહક સાથે વાત કરી હતી. વિરાટ કોહલીએ મજાક ઉડાવનાર ચાહને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે તે તમારા માટે અહીં આવ્યો નથી.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

કમલેશ નાગરકોટી સાથે સેલ્ફી લેવા ઇચ્છતો હતો ક્રિકેટ ચાહક

હકિકતમાં ભારતીય યુવા ક્રિકેટર કમલેશ નાગરકોટી (Kamlesh Nagarkoti) ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. તે નેટ બોલર તરીકે ટીમ સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયો છે. વિરાટ કોહલી અને ફેન્સ વચ્ચેની લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં ચાહકોને એમ કહેતા સાંભળી શકાય છે. જોકે ક્રિકેટ ચાહક વિરાટ કોહલીને કહી રહ્યા છે કે તે માત્ર નગરકોટી પાસેથી સેલ્ફીની માંગ કરી રહ્યો હતો.

 

 

કોહલીએ ખરાબ વર્તન કરનાર ચાહકને આપ્યો જડબાતોડ જવાબ

ક્રિકેટ ચાહકોએ કોહલીને કહ્યું કે, અમે ઘણી વિનંતી કરી. પરંતુ નાગરકોટીએ કોઈ જવાબ આપ્યો નહીં. ચાહકોએ કોહલીને એ પણ કહ્યું કે તેણે આ મેચ માટે નોકરીમાંથી રજા લીધી છે. આવી સ્થિતિમાં તે ખેલાડીઓ સાથે સેલ્ફી લેવાનો હકદાર છે.

સોશિયલ મીડિયા પર લોકોએ કોહલીને સપોર્ટ કર્યો

ફેન્સની આ વાત સાંભળ્યા બાદ વિરાટ કોહલીએ પણ તેમને જવાબ આપ્યો. કોહલીએ કહ્યું, ‘શું તે તમારા માટે અહીં આવ્યો છે? તે અહીં મેચ માટે આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ મોટાભાગના લોકો વિરાટ કોહલીના આ જવાબની પ્રસંશા કરી રહ્યા છે અને તેને સમર્થન પણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, મેચના બીજા દિવસે એક ચાહકે કમલેશ નાગરકોટી સાથે ખરાબ વર્તન કર્યું. ત્યારે વિરાટ કોહલીએ ક્રિકેટ ચાહકને પૂછ્યું કે તમે તેની સાથે આટલું ખરાબ વર્તન કેમ કરી રહ્યા છો. તે અહીં મેચ માટે આવ્યો છે.

Next Article