T20 World Cup 2021: 6,6,6,6,4,4,4… ફખર ઝમાને મેદાનમાં મચાવ્યુ તોફાન, 15 બોલમાં રમતને અલગ બનાવી દીધી!

|

Nov 11, 2021 | 10:16 PM

PAK vs AUS, 2nd Semi-Final: ફખર ઝમાને ઓસ્ટ્રેલિયા સામે 32 બોલમાં અણનમ 55 રન બનાવ્યા.

T20 World Cup 2021: 6,6,6,6,4,4,4… ફખર ઝમાને મેદાનમાં મચાવ્યુ તોફાન, 15 બોલમાં રમતને અલગ બનાવી દીધી!
Fakhar Zaman

Follow us on

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાન (Pakistan) ના બેટ્સમેનોએ ફરી એકવાર પોતાને સાબિત કરી દર્શાવ્યા છે. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા (Australia) સામે 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. મુશ્કેલ પીચ પર પણ પાકિસ્તાની બેટ્સમેનોએ નિર્ભયતાથી બેટિંગ કરી હતી. ખાસ કરીને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) અને ફખર ઝમાને (Fakhar Zaman) બેટિંગ કરીને કાંગારૂ બોલરોનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. ફખર અને મોહમ્મદ રિઝવાન બંનેએ અડધી સદી ફટકારી હતી. રિઝવાને 52 બોલમાં 67 રન અને ફખર ઝમાને 32 બોલમાં 55 રન બનાવ્યા હતા.

મોહમ્મદ રિઝવાનની અડધી સદીની ઇનિંગ્સે પાકિસ્તાનને સારી શરૂઆત અપાવી હતી, તો બીજી તરફ ફખર ઝમાનની ઝડપી હિટના કારણે પાકિસ્તાનનો સ્કોર 170થી આગળ વધી ગયો હતો. રસપ્રદ વાત એ છે કે એક સમયે ફખર ઝમાન પાકિસ્તાન માટે વિલન સાબિત થઈ રહ્યો હતો અને ચાહકો તેને સોશિયલ મીડિયા પર ઘણું ખરુ ખોટું કહી સંભળાવતા હતા. પરંતુ અચાનક તેણે જોરદાર બેટિંગ કરી અને ગાળોને તાળીઓમાં બદલી નાખી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

ફખર ઝમાને ગાંઠ વાળી લીધી

બાબર આઝમના આઉટ થયા બાદ ફખર ઝમાન ક્રિઝ પર ઉતર્યો હતો. ફખર ઝમાનને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ ફસાવી દીધો હતો. તે દરેક રન લેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. હાલત એવી હતી કે ફખરે પહેલા 17 બોલમાં માત્ર 17 રન જ બનાવ્યા હતા, પરંતુ તે પછી આ ખેલાડીએ એ રીતે ગિયર બદલ્યો કે ઓસ્ટ્રેલિયન બોલરો પણ દંગ રહી ગયા. ફખર ઝમાને મિચેલ સ્ટાર્કની 2 ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી અને માત્ર 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઝમાને પોતાની ઇનિંગમાં 4 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ફખર ઝમાને તેના છેલ્લા 15 બોલમાં 38 રન બનાવ્યા હતા.

 

સ્ટીવ સ્મિથે જીવતદાન આપ્યું

તમને જણાવી દઈએ કે જ્યારે ફખર ઝમાન 40 રનના સ્કોર પર હતો ત્યારે સ્ટીવ સ્મિથે તેનો ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો. આ પછી આ પાકિસ્તાની બેટ્સમેને છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારીને પાકિસ્તાનને 176 રન સુધી પહોંચાડ્યું હતું. કેચ ચૂકી ગયા પછી, ફખર ઝમાને વધુ 15 રન બનાવ્યા, જે ઓસ્ટ્રેલિયા માટે ભારે પડી શકે છે.

 

 

આ પણ વાંચોઃ Robin Uthappa: ડેબ્યૂ મેચમાં ફીફટી લગાવી, વિશ્વકપ અને IPL વિજેતા ટીમનો હિસ્સો રહ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયામાં જલ્દી થી થઇ ગયો બહાર

 

આ પણ વાંચોઃ Geeta Phogat 2.0: ‘દંગલ ગર્લે’ 3 વર્ષ પછી લોકોની વાતને અવગણીને પુરુષ કુસ્તીબાજો સાથે લીધી તાલીમ

 

Published On - 10:12 pm, Thu, 11 November 21

Next Article