BCCIની આખી પસંદગી સમિતિ થઈ બર્ખાસ્ત, T20 વર્લ્ડકપ હારવાની મળી સજા !

|

Nov 18, 2022 | 10:39 PM

મુખ્ય પસંદગીકર્તા ચેતન શર્મા સહિત આખી પસંદગી સમિતિને બર્ખાસ્ત કરવામાં આવી છે. બીસીસીઆઈ એ આજે સાંજે આ વાતની જાહેરાત કરી હતી.

BCCIની આખી પસંદગી સમિતિ થઈ બર્ખાસ્ત, T20 વર્લ્ડકપ હારવાની મળી સજા !
selection committee of BCCI was sacked
Image Credit source: TV9 gfx

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમની ટી20 વર્લ્ડકપમાં હાર પછી આખા દેશમાં નિરાશા વ્યાપી ગઈ હતી. વર્લ્ડકપ હાર્યા બાદ ભારતીય ટીમમાં ફેરફારની માંગ થઈ રહી હતી. બીસીસીઆઈની પસંદગી સમિતિ પર સવાલ ઉઠી રહ્યા હતા. વર્લ્ડકપ બાદ લોકોના મનમાં એક જ સવાલ હતો કે ખેલાડીઓ કે ટીમ પર કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થશે કે નહીં તેના પર સવાલ થઈ રહ્યા હતા. પણ બીસીસીઆઈ એ એક અલગ નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે. મુખ્ય પસંદગીકર્તા ચેતન શર્મા સહિત આખી પસંદગી સમિતિને બર્ખાસ્ત કરવામાં આવી છે. બીસીસીઆઈ એ આજે સાંજે આ વાતની જાહેરાત કરી હતી.

5 સભ્યોવાળી વરિષ્ઠ પસંદગી સમિતિ છેલ્લા ઘણા મહિનાથી માત્ર 4 સભ્યો હતા. ચેતન શર્મા, હરવિંદર સિંહ, સુનીલ જોશી અને દેબાશઈષ મોહંતી હતા. ચેતન શર્મા ડિસેમ્બર 2020માં મુખ્ય પસંદગીકર્તા બન્યા હતા. તેમણે સુનીલ જોશીની જગ્યા લીધી હતી. ચેતન શર્માની આગેવાની આ સમિતિ એ છેલ્લે ન્યૂઝીલેન્ડ અને બાગ્લાદેશ પ્રવાસ માટે ટીમના ખેલાડીઓની પસંદગી કરી હતી. સતત 2 વર્લ્ડકપમાં હારને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે.

BCCIની પસંદગી સમિતિ થઈ બર્ખાસ્ત

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું કે, “ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ , રાષ્ટ્રીય પસંદગીકારોના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. માપદંડોને પૂર્ણ કરવા પડશે.”

નવી પસંદગી સમિતિ માટે આપી શકાશે અરજી

બીસીસીઆઈએ આજે શુક્રવારે નવી પસંદગી સમિતિ માટે આવેદન મંગાવ્યા છે. તેામં તમામ 5 સભ્યોની નિયુક્તિ માટે એલાન કરવામાં આવ્યપ છે. બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યુ છે કે, 28 નવેમ્બરે પસંદગી સમિતિમાં સામેલ થવાના ઈચ્છુક લોકો અરજી કરી શકે છે. તેના માટે કેટલીક યોગ્યતા નક્કી કરવામાં આવી છે. અરજી કરનાર 3 શરત પર યોગ્ય સાબિત થવો જોઈએ.

  1. ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ રમી હોય.
  2. 30 ફસ્ટ કલાસ મેચ રમી હોય.
  3. 10 વન ડે અને 20 ફસ્ટ ક્લાસ મેચ રમી હોય

ઉપરાંત, 5 વર્ષ પહેલા ક્રિકેટામાંથી સંન્સાસ લીધુ હોવુ જોઈએ. બીસીસીઆઈના કોઈપણ પદ પર 5 વર્ષ સુધી રહેનાર વ્યક્તિ આ પદ પર રહી શકે નહીં.

Published On - 10:37 pm, Fri, 18 November 22

Next Article