ENGW vs INDW: ઈંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર પાછળનું કારણ શું હતું ? મિતાલી અને ઝુલને જવાબ આપ્યો

|

Mar 16, 2022 | 5:22 PM

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની હાર બાદ મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીએ પ્રતિક્રિયા આપી હતી.

ENGW vs INDW: ઈંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર પાછળનું કારણ શું હતું ? મિતાલી અને ઝુલને જવાબ આપ્યો
Indian Women Cricket Team (PC: BCCI)

Follow us on

ભારતીય મહિલા ટીમની (Team India) સુકાની મિતાલી રાજ (Mithali Raj) અને વરિષ્ઠ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) એ બુધવારે જણાવ્યું હતું કે ટોચના ક્રમના બેટ્સમેને અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. પરંતુ આશા વ્યક્ત કરી છે કે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં જલ્દીથી તમામ ખેલાડીઓ તેના પ્રદર્શનમાં સુધારો લાવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે બુધવારે ભારતને માત્ર 134 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યાર બાદ 31.2 ઓવરમાં 4 વિકેટના ભોગે જીત મેળવી લીધી હતી. લીગ તબક્કામાં સતત ત્રણ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે આ પ્રથમ જીત મેળવી હતી.

મિતાલી રાજે મેચ બાદ કહ્યું, “નિશ્ચિત પણે ટોચના ક્રમમાં અમે ધાર્યા કરતા ઘણું ખરાબ પ્રદર્શન કર્યું છે. અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. અમે 200 થી વધુ રન બનાવવાનું વિચાર્યું હતું અને જો એવું હોત તો કોઈપણ ટીમ આ મેચ જીતી શકી હોત.”

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઓસ્ટ્રેલિયા સામેની આગામી મેચ અંગે તેણે કહ્યું, “અમે દરેક મેચમાં ફિલ્ડિંગ યુનિટ તરીકે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને આશા છે કે અમે તેને ચાલુ રાખીશું. બેટિંગ ચિંતાનો વિષય છે પરંતુ આગામી મેચમાં અમે અમરી બેટિંગમાં વધુ સારો સુધારો લાવવા માટેનો પ્રયાસ કરીશું, અમારે એવી ટીમ સામે રમવાનું છે જે અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી.”

 

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઝુલન ગોસ્વામીએ પણ મિતાલી સાથે સહમત થઈ હતી. ઝુલને કહ્યું, “સાચું કહું તો, હા અત્યારે અમારો ટોપ ઓર્ડર અમારી અપેક્ષા મુજબનું પ્રદર્શન નથી કર્યું. પણ મને ખાતરી છે કે અમારે તેના વિશે સકારાત્મક રહેવું પડશે. કારણ કે આ ખેલાડીઓએ ભૂતકાળમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે.” ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ ધાર્યા કરતા સારી બેટિંગ કરી ન હતી. પણ મને આશા છે કે તે આગામી મેચમાં વધુ સારું પ્રદર્શન કરશે.”

હાર છતાં ભારત આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતે ચારમાંથી બે મેચ જીતી છે. જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ ચાર મેચમાં 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ઝુલને કહ્યું, “આ સૌથી મોટું પ્લેટફોર્મ છે, દરેક વ્યક્તિ સારું પ્રદર્શન કરવા અને ટીમ માટે યોગદાન આપવા માંગે છે. મને આશા છે કે અમે આગામી મેચમાં મજબૂત વાપસી કરીશું.”

આ પણ વાંચો : IPL 2022 : યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ ‘હેક’ કરી પોતાને કેપ્ટન બનાવ્યો

આ પણ વાંચો : ENGW vs INDW: સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતથી ડરી એલિસ પેરી, કહ્યું- બંને ખતરનાક છે

Next Article