વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા બાદ મિતાલી રાજની ટીમ હવે મહિલા વર્લ્ડ કપમાં (Womens World Cup 2022) બુધવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટકરાવાની છે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 3 માંથી 2 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડ પોતાની ત્રણેય મેચ હારી ગયું છે. મતલબ કે ભારત સામેની મેચ ઈંગ્લેન્ડ માટે ઘણી મહત્વની છે. હાર તેને સેમિફાઈનલની રેસમાંથી બહાર કરી શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયાની જીત તેને ટોપ 4ની રેસમાં વધુ મજબૂત બનાવશે.
મહિલા વર્લ્ડ કપમાં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારતીય ટીમ ત્રીજા નંબર પર છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ત્રણ લીગ મેચ હારીને સાતમા નંબર પર છે. તેની ઉપર બાંગ્લાદેશની ટીમ પણ છે. જેણે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવી હતી. હવે ઈંગ્લેન્ડ સામે મજબૂત ભારતીય ટીમ ઈન્ડિયા છે. આવો અમે તમને જણાવીએ કે આ મેચ પહેલા તમારે ચાર બાબતો જાણવાની જરૂર છે.
ODI ક્રિકેટમાં ભારત પર ઇંગ્લેન્ડ હાવી રહ્યું છે. જોકે બંને વચ્ચે સખત સ્પર્ધા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે 72માંથી 31 મેચ જીતી છે. 39માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે બે મેચ અનિર્ણિત રહી છે.
This #TeamIndia duo had a lot of questions for each other & we tried to get all the answers from them. 👍 👍
To watch @mandhana_smriti & @ImHarmanpreet discuss about their epic #CWC22 partnership against the West Indies, click below 🎥 🔽 #WIvIND https://t.co/7PP7o9Uf06 pic.twitter.com/LmJmTodA1l
— BCCI Women (@BCCIWomen) March 13, 2022
ભારત-ઇંગ્લેન઼્ વચ્ચે ન્યુઝીલેન્ડમાં 7 વન-ડે મેચ રમાઇ છે. જેમાં 3 ભારત અને 4 મેચ ઇંગ્લેન્ડે જીતી છે. ન્યુઝીલેન્ડમાં આ બંને દેશ 19 વર્ષ બાદ ટકરાશે.
ભારત વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 11માંથી માત્ર 4 મેચ જીતી શક્યું છે. 7 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા છેલ્લી ચાર મેચમાંથી 3 મેચમાં હાર્યું છે.
ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા ટાર્ગેટનો પીછો કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે. ભારતે 19 મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરી છે. જેમાંથી તેણે 10માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. 13 મેચોમાં જ્યારે ઈંગ્લેન્ડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પ્રથમ ફિલ્ડિંગ કરવા કહ્યું, જેમાં ભારતે 10 મેચ જીતી છે. ઈંગ્લેન્ડ માત્ર 3 જીતી શક્યું હતું. મતલબ કે જો ટીમ ઈન્ડિયા ટોસ હારશે તો તેની જીતવાની શક્યતા વધી જશે.
આ પણ વાંચો : IND vs ENG, WWC 2022, LIVE Streaming: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ, તમે ક્યાં જોઈ શકો છો, જાણો અહીં