ENG vs NZ : ઇંગ્લેન્ડની જોરદાર વાપસી, પણ ન્યુઝીલેન્ડની મેચમાં પકડ મજબુત

|

Jun 12, 2022 | 10:17 AM

ENG Vs NZ 2nd Test Day 2 Scorecard: ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 553 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. જોકે પોપે ઈંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી છે.

ENG vs NZ : ઇંગ્લેન્ડની જોરદાર વાપસી, પણ ન્યુઝીલેન્ડની મેચમાં પકડ મજબુત
ENG vs NZ, 2nd Test Match (PC: England Cricket)

Follow us on

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ (ENG vs NZ) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ બીજા દિવસની રમતના અંત સુધીમાં રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ (England Cricket) ના ટોપ ઓર્ડરે ટીમને સારી શરૂઆત અપાવી હતી અને બીજા દિવસની રમતના અંતે તેણે પ્રથમ દાવમાં એક વિકેટના નુકસાન પર 90 રન બનાવ્યા હતા. ઓલી પોપ 73 બોલમાં 51 રન બનાવીને અણનમ છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે ડેરીલ મિશેલની 190 રનની ઈનિંગને કારણે પ્રથમ દાવમાં 553 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

ન્યુઝીલેન્ડના મોટા સ્કોરના જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ઇંગ્લેન્ડનો ઓપનર જેક ક્રાઉલી ઇનિંગની બીજી ઓવરમાં માત્ર ચાર રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. જોકે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઓલી પોપે શાનદાર ઇનિંગ રમી હતી. ઓલી પોપ અને એલેક્સ વચ્ચે બીજી વિકેટ માટે 84 રનની અણનમ ભાગીદારી થઈ છે. એલેક્સ 34 રન બનાવીને રમી રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તો ડેરીલ મિશેલે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખીને ટેસ્ટ ક્રિકેટમાં તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર 190 રન બનાવ્યા હતા. જોકે મિશેલ બેવડી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો અને છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો. પોતાની પ્રથમ મેચ રમી રહેલા માઈકલ બ્રેસવેલે મિશેલને સારો સાથ આપ્યો અને 49 રન બનાવ્યા.

 

 

મિશેલ અને બ્લંડેલ વચ્ચે રેકોર્ડ ભાગીદારી નોંધાઇ

બીજી ટેસ્ટનો બીજો દિવસ પણ વરસાદને કારણે પ્રભાવિત થયો હતો. વરસાદને કારણે ચાનો બ્રેક વહેલો લેવો પડ્યો હતો. વરસાદ પહેલા મિશેલ અને બ્લંડેલે પાંચમી વિકેટની ભાગીદારીમાં 236 રન જોડ્યા હતા. બ્લંડેલને સ્પિનર ​​જેક લીચે પેવેલિયન મોકલ્યો હતો. જેનો કેચ બેન સ્ટોક્સે પકડ્યો હતો. અગાઉ ન્યુઝીલેન્ડ માટે પાંચમી વિકેટની ભાગીદારી નાથન એસ્ટલ અને ક્રેગ મેકમિલન દ્વારા કરવામાં આવી હતી. જેણે 2000 માં વેલિંગ્ટનમાં ઝિમ્બાબ્વે સામે 222 રન બનાવ્યા હતા.

39 વર્ષીય જેમ્સ એન્ડરસન ઈંગ્લેન્ડ માટે સૌથી સફળ બોલર સાબિત થયો હતો. તેણે 62 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બ્રોડ, લીચ અને કેપ્ટન બેન સ્ટોક્સને બે-બે વિકેટ મળી હતી.

Next Article