ઈંગ્લેન્ડે (England) 2019માં ઘરઆંગણે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ પ્રથમ વખત હતું જ્યારે ઈંગ્લેન્ડે ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડને આ ખિતાબ જીતવામાં મદદ કરવામાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે (Ben Stokes) મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ગયા વર્ષે જુલાઈમાં સ્ટોક્સે બધાને ચોંકાવી દીધા હતા અને ODI ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
જો કે તે ટેસ્ટ રમી રહ્યો છે અને ટીમનું સુકાન સંભાળી રહ્યો છે, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ ઇચ્છે છે કે સ્ટોક્સ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપમાં રમે અને તેથી ટીમ મેનેજમેન્ટ તેની સાથે ODIમાંથી નિવૃત્તિ અંગે વાત કરશે.
ઇંગ્લેન્ડની ટીમ સ્ટોક્સને નિષ્ણાત બેટ્સમેન તરીકે રમાડવાના મૂડમાં છે. ઇંગ્લેન્ડે તાજેતરમાં સ્ટોક્સની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે એશિઝ શ્રેણી જીતતા અટકાવ્યું હતું. ઈંગ્લેન્ડ આ શ્રેણીમાં પ્રથમ બે મેચ હારી ગયું હતું પરંતુ ત્યારબાદ તેણે વાપસી કરી હતી. આ દરમિયાન સ્ટોક્સના ઘૂંટણની ઈજાએ પણ તેને પરેશાન કરી દીધો હતો પરંતુ તેનું બેટ જોરદાર ચાલ્યું હતું.
Few updates on England cricket (Daily Mail):
– Jos Buttler will call Ben Stokes and request him to play the 2023 World Cup.
– England will pick their World Cup squad on Tuesday.
– England keen to have Jofra Archer for the mega event. pic.twitter.com/93T6jxISaS— Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2023
અંગ્રેજી અખબાર ડેઈલી મેલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે મંગળવારે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરશે, જેમાંથી વર્લ્ડ કપની અંતિમ ટીમની પસંદગી કરવામાં આવશે. આ પહેલા કેપ્ટન જોસ બટલર ટેસ્ટ કેપ્ટન સ્ટોક્સ સાથે નિવૃત્તિમાંથી વાપસી અંગે વાત કરશે. બટલરની કપ્તાનીમાં ઈંગ્લેન્ડે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. અને હવે તે પોતાનું ODI વર્લ્ડ કપ ટાઈટલ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો : IND vs WI: યશસ્વી જયસ્વાલની આખી ઈનિંગ એક તરફ અને આ શોટ એક તરફ, જુઓ Video
સ્ટોક્સ ઉપરાંત ટીમ જોફ્રા આર્ચરની ફિટનેસ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આર્ચરે ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તે કોણીની ઈજાથી પરેશાન છે અને લાંબા સમયથી બહાર છે. મીટિંગ પહેલા તેમનો અપડેટેડ મેડિકલ રિપોર્ટ જોવામાં આવશે. આર્ચર વિશે કોચે કહ્યું કે તે આ બોલર સાથે જોખમ લઈ શકે છે કારણ કે તેણે પોતાને સાબિત કરી બતાવ્યો છે.