Ashes 2023 : ઈંગ્લેન્ડની ધરતી પર 16 જૂનથી ઐતિહાસિક Ashes ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે પહેલી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલા દિવસે અંતિમ સેશનમાં ઈંગ્લેન્ડની ટીમે 78મી ઓવરમાં 8 વિકેટ અને 393 રન પર પ્રથમ ઈનિંગ ડિક્લેર કરી હતી.ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર અને ખ્વાજા (Usman Khawaja) ઓપનિંગ માટે આવ્યા હતા. પ્રથમ દિવસના અંતે વોર્નર 8 રન અને ખ્વાજા 4 રન સાથે રમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 ઓવરમાં 14 રન હતો.
પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઉસ્માન ખ્વાજા એ ઈંગ્લેન્ડની ધરતી પર પહેલી સેન્ચુરી ફટકારી હતી. તેણે ટેસ્ટ કરિયરની 15મી સેન્ચુરી ફટકારી હતી. સેન્ચુરી બાદનું તેનું સેલિબ્રેશન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બીજા દિવસે 94 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 311 રન હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ હવે 82 રન પાછળ છે.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે હમણા સુધી 72 Ashes ટેસ્ટ સિરીઝ રમાઈ છે. જેમાંથી 34માં કંગારુઓની અને 32માં ઈંગ્લેન્ડની ટીમની જીત થઈ છે. જ્યારે 6 ટેસ્ટ સિરિઝ ડ્રો રહી છે. આંકડાથી એ વાત સાફ છે કે બંને ટીમ દર વખતે એકબીજાને ટક્કર આપે છે.
આ પણ વાંચો : Video : ચીનમાં ચાલ્યો Lionel Messiનો જાદૂ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 80મી સેકેન્ડમાં જ કર્યો ગોલ
Back-to-back deliveries to dismiss the dangerous Warner and Labuschagne
Stuart Broad has given England the perfect start on Day 2️⃣#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever #StuartBroad pic.twitter.com/HWEq9ZQHSD
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023
Ben Stokes gets the wicket of Steve Smith
It’s advantage England after the morning session. #SonySportsNetwork #RivalsForever #ENGvAUS #TheAshes pic.twitter.com/EWaz6ENaK8
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023
Travis Head scored a quickfire 5️⃣0️⃣ to bring back into the game
| Relive the best moments from his brilliant knock #SonySportsNetwork #ENGvAUS #RivalsForever #TheAshes #TravisHead pic.twitter.com/AJ1LcLKEys
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023
A magnificent from Usman Khawaja
The south-paw fights against all odds to get Australia back in the game #SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/yaz1Y7gIt1
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023
Drama at Edgbaston as Usman Khawaja survives
How much could this no-ball impact the result of the match? #SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/xswjeinVtA
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023
આ પણ વાંચો : Ambati Rayudu એ કર્યો મોટો ખુલાસો ! કહ્યું – BCCI અધ્યક્ષના દીકરાએ બરબાદ કર્યું મારુ કરિયર
Ashes ઈતિહાસની સૌથી જૂની ક્રિકેટ સિરીઝમાંથી એક છે. આ રોમાંચક સિરીઝની શરુઆત વર્ષ 1882-83માં થઈ હતી. વર્ષ 1882માં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી હતી. આ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં કાંગારુઓની જીત થઈ હતી. તે સમયે ઈંગ્લેન્ડની ટીમ પહેલીવાર પોતાના ઘરમાં કોઈ ટેસ્ટ સિરીઝ હારી હતી.
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમની હાર અંગ્રેજો અને બ્રિટન મીડિયા સહન કરી શકી ના હતી. આ હાર બાદ ઈંગ્લિશ મીડિયાનું એક બોલ્ડ સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું. કાંગારુ સામે મળેલી આ હારને મીડિયા એ ‘ઈંગ્લિશ ક્રિકેટની મૃત્યુ’ ગણાવી હતી. ત્યારથી જ ખરા અર્થમાં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે સૌથી મોટી રાઈવલરીની શરુઆત થઈ હતી.
વર્ષ 1883માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસે જવા પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન એ જણાવ્યું હતું કે અમે Ashes લેવા જઈ રહ્યા છે. આ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની 2-1થી જીત થઈ હતી.ત્રીજી ટેસ્ટમાં મેલબર્નમાં કેટલીક મહિલાઓ એ મળીને બીજા ટેસ્ટ મેચમાં ઉપયોગમાં લેવાયેલી સ્ટંમ્પની બેલ્સની રાખને પરફ્યુમની બોટલમાં ભરીને ટ્રોફી બનાવી હતી. તેની સાચી ટ્રોફી લોડ્સના એમસીસી મ્યૂઝિયમમાં છે.
Published On - 11:00 pm, Sat, 17 June 23