Eng vs Aus, 2nd Ashes: લોર્ડઝમાં ઈંગ્લેન્ડ પર હારનો ખતરો, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે ખરાબ કરી દીધો ખેલ!

|

Jul 02, 2023 | 10:27 AM

England vs Australia, 2nd Ashes: લોર્ડઝમાં ઈંગ્લેંડને અંતિમ દિવસે 257 રનની જરુર છે. ઓસ્ટ્રેલિયાએ 371 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ અને ચોથા દિવસની રમતના અંતે 114 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી.

Eng vs Aus, 2nd Ashes: લોર્ડઝમાં ઈંગ્લેન્ડ પર હારનો ખતરો, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે ખરાબ કરી દીધો ખેલ!
Ashes test match day 4 report

Follow us on

એશિઝ ટેસ્ટ માં સતત બીજી મેચમાં ઈંગ્લેન્ડ પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડઝના ઐતિહાસિક મેદાનમાં મેચ રમાઈ રહી છે. અહીં ઈંગ્લેન્ડ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંતિમ દિવસની રમત બાકી છે અને ઈંગ્લેન્ડને હજુ 257 રનની જરુર છે. આ માટે ઈંગ્લેન્ડ પાસે 6 વિકેટ હાથ પર છે, જોકે મુશ્કેલી એ વાતની છે કે, તેની ચાર મહત્વની વિકેટ ગુમાવી દીધી છે. જોકે અંતિમ દિવસે પહાડ જેવુ દેખાઈ રહેલુ લક્ષ્ય ઈંગ્લીશ ટીમે ઘર આંગણે મેચ જીતવા અને સિરીઝમાં બરાબરી કરાવ પાર કરવુ જરુરી છે.

ઈંગ્લેન્ડ સામે ચોથા દિવસની રમત દરમિયાન 371 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. જેની સામે ચોથા દિવસની રમતની અંતે ઈંગ્લેન્ડે 114 રન નોંધાવ્યા હતા. જોકે આ દરમિયાન ઓપનર સહિત 4 વિકેટ ગુમાવી દીધી હતી. શરુઆતમાં જ ઈંગ્લેન્ડની ટીમની ઓપનિંગ જોડી તૂટી જતા મુશ્કેલીની શરુઆત થઈ હતી. વિશાળ લક્ષ્ય સામે ઈંગ્લેન્ડ હવે સંઘર્ષની સ્થિતીમાં છે. ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે ઈંગ્લીશ ટીમની સ્થિતી ખરાબ કરી દીધી હતી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ઈંગ્લેન્ડ માટે ચમત્કાર જરુરી

હવે ઈંગ્લેન્ડની ટીમને કોઈ ચમત્કાર સર્જાય એવી આશા લગાવીને બેસવુ પડે એમ છે. ઓસ્ટ્રેલિયન ટીમે 279 રનમાં જ સમેટાઈ ગઈ હતી. પરંતુ. આ પહેલા દિવસની શરુઆત ઓસ્ટ્રેલિયાએ 130 રનના સ્કોરથી શરુ કરી હતી. 222 રનનો સ્કોર સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી હતી અને 279 રનમાં જ ટીમ સમેટાઈ ગઈ હતી. જોકે પ્રથમ ઈનીંગમાં ઓસ્ટ્રેલિાએ મોટી સરસાઈ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 416 રનમાં સમેટાયો હતો. જ્યારે ઈંગ્લેન્ડનો દાવ 325 રનમાં જ સમેટાઈ ગયો હતો.

 

 

શરુઆતમાં જ ઈંગ્લેન્ડે 2 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ઝાક ક્રાઉલીની વિકેટ 9 રનના સ્કોર પર જ ગુમાવી હતી. ક્રાઉલી 3 રન નોંધાવીને સ્ટાર્કનો શિકાર થયો હતો. જ્યારે બીજી વિકેટ 13 રનના સ્કોર પર ગુમાવી હતી. ઓલી પોપને સ્ટાર્કે બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જ્યારે ત્રીજી વિકેટ જો રુટના રુપમાં કમિન્સે ઈંગ્લેન્ડને ઝટકો આપ્યો હતો. રુટ બાદ તુરત 45 રનના સ્કોર પર હેરી બ્રૂકને ક્લીન બોલ્ડ કમિન્સે કર્યો હતો. આમ 4 ઝટકા ઈંગ્લેન્ડના શરઆતમાં જ લાગ્યા હતા.

 

આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમની સપાટીમાં થયો વધારો, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા

બેન ડકેટની અડધી સદી

જોકે બેન ડકેટ અડધી સદી નોંધાવીને રમતમાં છે. તેણે 67 બોલનો સામનો કરીને 50 રન નોંધાવ્યા છે. કેપ્ટન બેન સ્ટોક્સ પણ 29 રન સાથે રમતમાં છે. આ બંનેની ભાગીદારી રમત મેચમાં રોમાંચ લાવી શકે છે. બંને અંતિમ દિવસે પ્રથમ સેશનમાં કેવુ યોગદાન આપે છે અને કેટલો સમય ક્રિઝ પર રહે છે એ મહત્વનુ છે. લક્ષ્ય મોટુ અને ઘણુ દૂર છે પરંતુ અશક્ય નથી. બંનેની રમત ઈંગ્લેન્ડ માટે હજુ ચમત્કારીક આશાનુ કિરણ છે.

આ પણ વાંચોઃ  Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:11 am, Sun, 2 July 23

Next Article