ENG vs IND : ટીમ ઈન્ડિયાની તાકાત બની તેની નબળાઈ, જોહાનિસબર્ગથી એજબેસ્ટન સુધી હારનું આ કડવું સત્ય

|

Jul 06, 2022 | 8:59 AM

Cricket : ભારતીય ટીમની 2022માં વિદેશમાં આ સતત ત્રીજી હાર છે અને આ ત્રણેય મેચોના પરિણામોની વાર્તાનો ક્લાઈમેક્સ બરાબર એકસમાન જ હતો.

ENG vs IND : ટીમ ઈન્ડિયાની તાકાત બની તેની નબળાઈ, જોહાનિસબર્ગથી એજબેસ્ટન સુધી હારનું આ કડવું સત્ય
Team India (PC: PTI)

Follow us on

છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ (Team India) ને વિદેશમાં વધુ સફળતા મળી છે. ઓસ્ટ્રેલિયા તેનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ સતત બે વખત ટેસ્ટ શ્રેણી જીતી છે. ટીમ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં પણ શ્રેણી જીતવાની સ્થિતિમાં હતી. પરંતુ જીતી શકી ન હતી. તેમ છતાં ટીમ આ સ્થિતિમાં હતી. કારણ કે તેમની પાસે ઉત્તમ ઝડપી બોલિંગ આક્રમણ છે. જેણે સતત સફળતાઓ આપી છે. ટીમ ઈન્ડિયાની સફળતા પાછળ આ સૌથી મોટું બળ રહ્યું છે. પરંતુ એજબેસ્ટન ટેસ્ટમાં મળેલી હારથી ફરી આ તાકાતની એક મોટી નબળાઈ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. જે હવે એક ગંભીર સમસ્યા હોવાનું જણાય છે. કારણ કે આવી ઘટના એક અથવા બે વાર નહીં, પરંતુ ભારતીય ટીમ માટે સતત ત્રીજી વાર બની છે.

378 રનનો બચાવ કરી ન શકી ટીમ ઇન્ડિયા

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની એજબેસ્ટન ટેસ્ટ મંગળવાર 5 જુલાઈના રોજ પુરી થઈ ગઇ. જેમાં યજમાન ઈંગ્લેન્ડે જીતવા માટે 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્ય હાંસલ કરવું એ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે. પરંતુ તેનાથી ઘણી મોટી વાત છે કે ઇંગ્લેન્ડે તેને ભારતની મજબૂત બોલિંગ સામે હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ વાસ્તવિક ચિંતાનો વિષય છે. કારણ કે વિદેશી ધરતી પર આ સતત ત્રીજી ટેસ્ટ મેચ હતી જેમાં ભારતીય ટીમ ચોથી ઈનિંગમાં પોતાના સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી.

ચોથી ઈનિંગમાં બોલિંગની ધાર મંદ પડી ગઈ

ચોથી ઇનિંગમાં લક્ષ્યાંકનો પીછો કરવો ક્યારેય સરળ હોતો નથી. તેમાં પણ જ્યારે સ્કોર 200 કે 300 થી વધુ હોય છે ત્યારે પીછો કરતી ટીમને માત્ર થોડા જ પ્રસંગોએ સફળતા મળે છે. પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં તેમાં ખૂટે છે અને તે આ વર્ષે જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સતત બે મેચ આ રીતે હારી ગઈ હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની પ્રમાણમાં નબળી બેટિંગના કારણે 240 રનના મુશ્કેલ લક્ષ્યાંકને માત્ર 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. ત્યાર બાદ કેપટાઉનમાં રમાયેલી બીજી જ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ફરીથી 212 રનનો ટાર્ગેટ ચોથી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

આંકડા સચ્ચાઈ બતાવી રહ્યા છે

હવે એજબેસ્ટનમાં પણ ભારતીય ટીમ માત્ર 3 વિકેટ જ લઈ શકી હતી. જ્યારે ઈંગ્લેન્ડે લગભગ 77 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ ઈન્ડિયાની ચોથી ઈનિંગની સમસ્યાને વધુ નજીકથી સમજવા માટે આ આંકડાઓ પર ધ્યાન આપવું પડશે. આ વર્ષે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોની ચોથી ઇનિંગમાં ભારતીય બોલરોએ કુલ 207.5 ઓવર ફેંકી હતી. જેમાં તેમને માત્ર 8 વિકેટ મળી હતી. જ્યારે તેમને એક વિકેટ માટે 155.8 બોલની રાહ જોવી પડી. આ દરમિયાન ભારતીય બોલરોનો ઈકોનોમી રેટ પણ પ્રતિ ઓવર 3.85 રન હતો. એટલે કે આગામી વિદેશ પ્રવાસ પહેલા ભારતીય ટીમે આ નબળાઈને સુધારવી પડશે.

Next Article