શ્રીલંકામાં શરૂ થયેલ ઇમર્જિંગ એશિયા કપ (Emerging Asia Cup) 2023ના બીજા દિવસે ભારત A ટીમે UAE Aને હરાવી ટુર્નામેન્ટની વિજયી શરૂઆત કરી હતી. ઇમર્જિંગ એશિયા કપમાં ભારતની પહેલી જ મેચમાં ટીમના કેપ્ટન યશ ધુલે તોફાની સદી ફટકારી હતી. તેની સદીના આધારે ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. ઇમર્જિંગ એશિયા કપ કોલંબોમાં રમાઈ રહ્યો છે, જેની ત્રીજી મેચમાં ભારત A ને UAE A એ પડકાર આપ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 175 રન જ બનાવી શકી હતી. જેની સામે ભારત A એ પ્રથમ 2 વિકેટ ગુમાવીને 141 બોલમાં 176 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી UAEની ટીમ ભારતીય આક્રમણ સામે ટકી શકી ન હતી. ભારતીય બોલરોએ UAEના બેટ્સમેનોને મુક્તપણે રમવાની એક પણ તક આપી ન હતી. UAE માટે અશ્વનાથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા.
India ‘A’ win by 8️⃣ wickets
A clinical chase to secure the first win of the tournament
Scorecard ▶️ https://t.co/EOqtpUvxoE#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/ErwwpIJyBe
— BCCI (@BCCI) July 14, 2023
હર્ષિત રાણાએ 41 રનમાં 4 વિકેટ લીધી હતી. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી અને માનવને 2-2 સફળતા મળી હતી. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતે બંને ઓપનરની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. સાઈ સુદર્શન 8 અને અભિષેક શર્મા 19 રન બનાવી આઉટ થયા હતા. આ પછી ટીમને કેપ્ટન યશ ધુલ અને નિકિન જોસે બાજી સંભાળી હતી. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી.
!
What a scintillating knock this from India ‘A’ Captain Yash Dhull in the chase #ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/AfHIHMZYA7
— BCCI (@BCCI) July 14, 2023
યશ ધુલ અને નિકિન જોસે ભારતને જીત અપાવી હતી. કેપ્ટને 84 બોલમાં અણનમ 108 રન બનાવ્યા, જેમાં તેણે 20 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેણે 81 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં યશ ધુલની આ પ્રથમ સદી પણ છે. બીજા છેડે નિકિને 53 બોલમાં અણનમ 41 રન ફટકાર્યા હતા.