Duleep Trophy 2023 : દક્ષિણ ઝોને 13 વર્ષ બાદ જીત્યો ખિતાબ, ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમને આપી માત

|

Jul 16, 2023 | 3:14 PM

દક્ષિણ ક્ષેત્રએ પોતાનો દબદબો કાયમ રાખીને રવિવારે દલીપ ટ્રોફીની ફાઇનલમાં પશ્ચિમ ક્ષેત્રને 75 રનથી હરાવી ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. કાવેરપ્પાની શાનદાર બોલિંગથી ટીમે જીત મેળવી હતી. દક્ષિણ ઝોને 19 વખતની વિજેતા ટીમ પશ્ચિમ ઝોનને માત આપી 14મો ટાઇટલ જીત્યો હતો.

Duleep Trophy 2023 : દક્ષિણ ઝોને 13 વર્ષ બાદ જીત્યો ખિતાબ, ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમને આપી માત
South Zone wins 14th Duleep Trophy Title
Image Credit source: PTI

Follow us on

દુલીપ ટ્રોફી દક્ષિણ ક્ષેત્રે રવિવારે તેની શાનદાર રમતને જાળવી રાખીને પશ્ચિમ ઝોનને (South Zone) 75 રનથી માત આપીને દલીપ ટ્રોફીનો (Duleep Trophy 2023) ટાઇટલ જીત્યો હતો. પશ્ચિમ ક્ષેત્રએ 298 રનના લક્ષ્યનો પીછો કરતા પાંચમા દિવસે સવારે પોતાની બીજી ઇનિંગને પાંચ વિકેટ પર 182 રનથી આગળ વધારી હતી અને ટીમ માત્ર 222 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. દક્ષિણ ઝોન તરફથી ડાબા હાથના સ્પિનર સાઇ કિશોર અને ફાસ્ટ બોલર વાસુકી કૌશિકએ ચાર-ચાર વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: Sangeeta Phogat: જંતર-મંતર પર પ્રદર્શનમાં થઇ હતી સામેલ, હવે વિદેશમાં વધારી ભારતની શાન

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

દક્ષિણ ક્ષેત્રએ 14મી વખત જીત્યો ખિતાબ

દક્ષિણ ક્ષેત્રએ 14મી વખત દલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે દક્ષિણ ઝોનની ટીમે ગત વર્ષની ફાઇનલમાં પશ્ચિમ ઝોન સામે મળી હારનો બદલો લીધો હતો. ગયા વર્ષે ફાઇનલમાં પશ્ચિમ ઝોને દક્ષિણ ઝોનને 294 રનથી માત આપી હતી. પશ્ચિમ ઝોન દલીપ ટ્રોફીની સૌથી સફળ ટીમ રહી છે તેણે 19 વખત ખિતાબ જીત્યો છે.

વિદવથ કાવેરપ્પા બન્યો મેન ઓફ ધ મેચ

પ્રિયાંક પંચાલે પોતાની ઇનિંગની શરૂઆત 92 રન થી આગળ વધારી હતી પણ આમાં તે ફક્ત ત્રણનો ઉમેરો કરી શક્યો હતો. તે 95 રન કરી પવેલિયન પરત ફર્યો હતો. તેણે ફાસ્ટ બોલર વિદવથ કાવેરપ્પાની બોલ પર વિકેટકીપર રિકી ભુઇને કેચ આપ્યો હતો. આ વિકેટ સાથે પશ્ચિમ ઝોનની જીતની આશા સમાપ્ત થઇ ગઇ હતી. કાવેરપ્પાની મેચના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી.


અતીત સેઠ જે 9 રન બનાવીને આઉટ થયો હતો અને ધર્મેન્દ્રસિંહ જાડેજા જે 15 રન કરીને આઉટ થયો હતો તેમણે આઠમા વિકેટ માટે 23 રનની ભાગીદારી નોંધાવી હતી પણ આ રન સાથે તે હારના અંતરમાં ફક્ત ઘટાડો કરી શક્યા હતા. ધર્મેન્દ્ર જાડેજાએ સાઇ કિશોરની બોલ પર આક્રમક શોટ રમવાનો પ્રયત્ન કરતા વોશિંગટન સુંદરને કેચ આપી દીધો હતો. આ બાદ કિશોરે સેઠને પણ આઉટ કર્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article