NZ vs BAN: ડેવેન કોનવે એ શતક ફટકારી કર્યુ નવા વર્ષનુ વેલકમ, ઘર આંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સદી નોંધાવી

|

Jan 01, 2022 | 9:44 AM

ન્યૂઝીલેન્ડ (New Zealand) ના બેટ્સમેન ડેવોન કોનવે (Devon Conway) માટે આનાથી વધુ સારી શરૂઆત નવા વર્ષની કઈ હોઈ શકે.

NZ vs BAN: ડેવેન કોનવે એ શતક ફટકારી કર્યુ નવા વર્ષનુ વેલકમ, ઘર આંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સદી નોંધાવી
Devon Conway તેની બીજી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સદી નોંધાવી.

Follow us on

ન્યૂઝીલેન્ડ (New Zealand) ના બેટ્સમેન ડેવોન કોનવે (Devon Conway) માટે આનાથી વધુ સારી શરૂઆત નવા વર્ષની કઈ હોઈ શકે. વર્ષનો પ્રથમ દિવસ અને તેની શરૂઆત સદીથી થઈ હતી. બાંગ્લાદેશ (Bangladesh) સામેની પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે ડેવોન કોનવેએ સદી ફટકારી હતી. આ ડાબા હાથના બેટ્સમેનની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી છે. બાંગ્લાદેશ સામે આ તેની પ્રથમ ટેસ્ટ સદી છે.

ન્યૂઝીલેન્ડમાં તેના બેટથી આ તેની પ્રથમ ટેસ્ટ સદી નિકળી છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડમાં પોતાની ડેબ્યૂ ટેસ્ટ ઈનિંગમાં સદી ફટકારી હતી. આ સાથે કોનવે વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર પણ બની ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડેવોન કોનવેએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 186 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની સદીની ઇનિંગ્સમાં 1 સિક્સ અને 14 ફોરનો સમાવેશ થાય છે. કોનવેએ પોતાની કારકિર્દીની માત્ર 7મી ટેસ્ટ ઇનિંગ્સમાં બીજી સદી ફટકારી હતી. આ સિવાય તેણે આ દરમિયાન 2 અડધી સદી પણ ફટકારી છે. કોનવેની સદીથી ન્યૂઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

 

2 શાનદાર ભાગીદારીમાં મોટી ભૂમિકા ભજવી

કોનવેએ તેની સદીની ઇનિંગ્સ દરમિયાન બે મોટી ભાગીદારી પણ કરી, જેણે કિવી ટીમને લાથમના પ્રારંભિક ઝટકામાંથી બહાર નિકાળવાનું કામ કર્યું. કોનવેએ બીજી વિકેટ માટે વિલ યંગ સાથે 138 રનની ભાગીદારી કરી હતી. આ પછી તેણે ત્રીજી વિકેટ માટે રોસ ટેલર સાથે સ્કોર બોર્ડમાં 50 રન ઉમેર્યા.

ડેવોન કોનવે પણ બાંગ્લાદેશ સામે સદી ફટકારીને ચોથો એવો કિવી ક્રિકેટર બની ગયો છે, જેણે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ 7 ઇનિંગ્સમાં 4 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. ખાસ વાત એ છે કે કોનવેની હોમ ગ્રાઉન્ડ પર આ પ્રથમ ટેસ્ટ મેચ હતી. એટલે કે એક રીતે જોઈએ તો ઘરઆંગણે આ તેની ડેબ્યૂ ટેસ્ટ હતી. અને, તેણે જે રીતે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું, હવે કેટલાક ઘરઆંગણે પ્રથમ ટેસ્ટમાં પણ તે જ શૈલીમાં રમતા જોવા મળે છે.

 

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડિયાએ શાનદાર પાર્ટી યોજી 2022 નુ કર્યુ વેલકમ, જશ્નના સ્થળે અંડર 18 હતા પ્રતિબંધિત, જુઓ

આ પણ વાંચોઃ Virat Kohli: તો વિરાટ કોહલી જુઠ્ઠુ બોલ્યો? ચીફ સિલેક્ટર ચેતન શર્માએ કહ્યુ, મેં પોતે ફોન કર્યો હતો, પસંદગીકારે કહી આ મોટી વાત

Published On - 9:39 am, Sat, 1 January 22

Next Article