Deodhar Trophy: રિયાન પરાગે સિક્સરનો વરસાદ કરીને વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો, જુઓ Video

|

Jul 28, 2023 | 11:22 PM

દુલીપ ટ્રોફી અને પછી ઇમર્જિંગ એશિયા કપ ટૂર્નામેન્ટમાં રિયાન પરાગ કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ દેવધર ટ્રોફીમાં, તે બેટની સાથે-સાથે બોલથી પણ કમાલ પ્રદર્શન કરી રહ્યો છે.

Deodhar Trophy: રિયાન પરાગે સિક્સરનો વરસાદ કરીને વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો, જુઓ Video
Ryan Parag

Follow us on

આસામના યુવા ક્રિકેટર રિયાન પરાગને (Riyan Parag) તેના પ્રદર્શનને કારણે ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને IPLમાં છેલ્લા 4 વર્ષથી રાજસ્થાન રોયલ્સ તરફથી રમવા છતાં તે કોઈ મોટી અસર કરી શક્યો નથી. આવી સ્થિતિમાં ચાહકો અને ટીકાકારો કોઈપણ મેચમાં તેના પ્રદર્શન પર તીખી નજર રાખે છે. આ વખતે રિયાન પરાગે જોરદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને બધાને મોં બંધ કરવા મજબૂર કરી દીધા છે.

રિયાન પરાગે સતત બીજી મેચમાં 4 વિકેટ ઝડપી

આ દિવસોમાં ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝનની બીજી ટુર્નામેન્ટ દેવધર ટ્રોફી રમાઈ રહી છે. ઓલરાઉન્ડર રિયાન પરાગ આ ODI ટૂર્નામેન્ટમાં પૂર્વ ઝોનની ટીમનો ભાગ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં, તે બેટથી કંઈ કરી શક્યો ન હતો પરંતુ તેણે બોલિંગમાં કમાલ બતાવી હતી અને 4 વિકેટ લીધી હતી. ફરી એકવાર રેયાને આ પરાક્રમનું પુનરાવર્તન કર્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શાનદાર બેટિંગ દ્વારા તોડ્યો રેકોર્ડ

પુડુચેરીમાં શુક્રવાર, 28મી જુલાઈએ પૂર્વ ઝોન સામે, રિયાન પરાગે તે અજાયબી દર્શાવી હતી જેની લાંબા સમયથી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી. સૌથી પહેલા રેયાને બેટિંગમાં ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. પ્રથમ બેટિંગ કરતા પશ્ચિમે માત્ર 57 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં રેયાને લોઅર ઓર્ડર સાથે મળીને ટીમને 337 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

102 બોલમાં 131 રનની વિસ્ફોટક ઇનિંગ

પુડુચેરીમાં શુક્રવાર 28મી જુલાઈએ પૂર્વ ઝોન સામે રિયાન પરાગે તે કમાલ કરી બતાવ્યો હતો જેની લાંબા સમયથી તેની પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી. સૌથી પહેલા રેયાને બેટિંગમાં ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. પ્રથમ બેટિંગ કરતા પશ્ચિમે માત્ર 57 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં રેયાને લોઅર ઓર્ડર સાથે મળીને ટીમને 337 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. રિયાન પરાગે માત્ર 102 બોલમાં 131 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો

આ ઇનિંગમાં રિયાન પરાગે કુલ 11 સિક્સર ફટકારી હતી. આ એક નવો રેકોર્ડ છે. દેવધર ટ્રોફીમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે હતો. યુસુફ પઠાણે વર્ષ 2010માં દેવધર ટ્રોફીમાં 9 સિક્સર ફટકારી હતી, જે આ ટુર્નામેન્ટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ હતો.

આ પણ વાંચો : એશિઝ હાર્યા બાદ ઈંગ્લેન્ડના ચાહકોએ હદ વટાવી, ચાલુ શોમાં રિકી પોન્ટિંગ પર કર્યો હુમલો, જુઓ Video

બોલિંગમાં પણ તબાહી મચાવી

રેયાને બેટિંગ બાદ બોલિંગમાં પણ કમાલ કરી હતી. તેણે તેના ઓફ સ્પિનથી નોર્થ ઝોનના બેટ્સમેનોને ફસાવ્યા હતા. 21 વર્ષીય ઓલરાઉન્ડરે સતત બીજી મેચમાં 4 વિકેટ ઝડપી હતી. રિયાને મિડલ ઓર્ડરના ત્રણ મુખ્ય બેટ્સમેનોની વિકેટ લઈને નોર્થ ઝોનની કમર તોડી નાખી હતી અને પછી 249 રન પર ઓલઆઉટ કરી ઈસ્ટ ઝોનને 88 રને યાદગાર વિજય અપાવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article