એ ભાઈ જરા દેખ કે ચલો… પાકિસ્તાનના ખેલાડીની ટક્કર થતા દિલ્હી પોલીસે સબક શીખવ્યું : જુઓ વીડિયો

એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનના શાદાબ ખાન અને આસિફ અલીએ ભાનુકા રાજપક્ષેનો મોટો કેચ છોડ્યો હતો. કેચ પકડવા જતા બંને અથડાયા હતા.

એ ભાઈ જરા દેખ કે ચલો... પાકિસ્તાનના ખેલાડીની ટક્કર થતા દિલ્હી પોલીસે સબક શીખવ્યું :  જુઓ વીડિયો
પાકિસ્તાનના ખેલાડીની ટક્કર
Image Credit source: AFP Photo
| Edited By: | Updated on: Sep 12, 2022 | 4:27 PM

ASIA CUP 2022 : પાકિસ્તાન (Pakistan)ને શ્રીલંકાએ એશિયા કપમાં બીજી વખત ખિતાબી જંગ જીતતા રોક્યું છે. ફાઈનલમાં શ્રીલંકાએ 23 રનથી પાકિસ્તાનને હાર આપી હતી. આ જીતનો હીરો ભાનુકા રાજપક્ષે હતો. જેણે પોતાના દમ પર ઈનિગ્સ સંભાળી હતી અને પાકિસ્તાનનો પરસેવો છોડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા (Sri Lanka)ની ટીમ માટે રાજ પક્ષે અંત સુધી અણનમ રહ્યો અને 71 રન કર્યા હતા. તેની આ ઈનિગ્સે પાકિસ્તાન માટે હારની સ્ટોરી શરુ હતી.

પાકિસ્તાનની હાર પર દિલ્હી પોલીસે પણ મજા લીધી

 

 

રાજપક્ષેને પવેલિયન મોકલવા માટે પાકિસ્તાનની પાસે તક હતી પરંતુ પાકિસ્તાનના ખેલાડીઓએ પોતાના પગ પર જ કુહાડી મારી હતી અને કેચ છોડ્યો હતો. પાકિસ્તાને રાજપક્ષનો છોડ નહિ પરંતુ આ તેમણે ટ્રોફી છોડી હતી. પાકિસ્તાનની હાર પર દિલ્હી પોલીસ પણ મજા લઈ રહી છે. શાદાબ ખાન અને આસિફ ખાને છોડેલા કેચનો વીડિયો શેર કરી પંચ માર્યો હતો. દિલ્હી પોલીસે જે વીડિયો શેર કર્યો છે તે 19મી ઓવરનો છે. જ્યારે રાજપક્ષના કેચ પકડવાના ચક્કરમાં શાદાબ અને આસિફ બંન્ને ટકરાયા હતા. જેથી આસાન કેચ તો છુટી ગયો સાથે જ રાજપક્ષના ખાતામાં 6 રન વધુ આવ્યા હતા.

દિલ્હી પોલીસે આપ્યો રોડ સેફ્ટીનો મેસેજ

દિલ્હી પોલીસે આ વીડિયોને રોડ સેફ્ટી સાથે જોડ્યો અને કહ્યું કે, એ ભાઈ જરા દેખ કે ચલો. દિલ્હી પોલીસના આ પંચ પર પણ ચાહકો મજા લઈ રહ્યા છે. પોલીસ પાકિસ્તાનને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ કહ્યું કે, દિલ્હી પોલીસે પાકિસ્તાનની બદનામી કરી છે.

પાકિસ્તાનને પછાડી ટ્રોફી પોતાના હાથોમાં ઉંચકી

શ્રીલંકા એશિયાઈ ચેમ્પિયન બન્યુ છે. પાકિસ્તાનને પછાડી ટ્રોફી પોતાના હાથોમાં ઉંચકી લીધી છે. મદુશાન અને હસારંગા મુખ્ય હિરો રહ્યા છે. આ પહેલા ભાનુકા રાજપક્ષા એ બેટીંગની જવાબદારી નિભાવી હતી. દરેક મોરચે પાકિસ્તાનને શ્રીલંકાએ ફાઈનલમાં પછડાટ આપી હતી. શરુઆત ખરાબ રહી હતી. પરંતુ જીત પોતાના પક્ષે કરવામાં શ્રીલંકન ટીમ સફળ રહી હતી. પાકિસ્તાનની ટીમ અંતિમ ઓવરના અંતિમ બોલ પર જ સમેટાઈ ગઈ હતી. 147 રનનો સ્કોર કરીને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.