દિલ્હી કોર્ટે શિખર ધવનની પત્નીને તેમના પુત્રને ભારત લાવવાનો આદેશ આપ્યો

|

Jun 08, 2023 | 6:24 PM

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ક્રિકેટર શિખર ધવનની પત્ની આયેશા મુખર્જીને તેમના 9 વર્ષના બાળકને પરિવારને મળવા માટે ભારત લાવવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે બાળક પર એકલી માતાનો કોઈ અધિકાર નથી.

દિલ્હી કોર્ટે શિખર ધવનની પત્નીને તેમના પુત્રને ભારત લાવવાનો આદેશ આપ્યો
Shikhar Dhawan and his son Zoravar

Follow us on

એકલી માતાનો બાળક પર કોઈ અધિકાર નથી, તેવું અવલોકન કરીને દિલ્હીની પટિયાલા હાઉસ ફેમિલી કોર્ટે તાજેતરમાં ક્રિકેટર શિખર ધવનની પત્ની આયેશા મુખર્જીને તેમના નવ વર્ષના પુત્રને ભારત લાવવાનો આદેશ આપ્યો હતો. શિખર ધવનનો પરિવાર ઓગસ્ટ 2020થી બાળકને મળ્યો નથી તે પછી જજ હરીશ કુમારે બાળકને ભારત લાવવા સામે વાંધો ઉઠાવવા બદલ આયેશાની ટીકા કરી હતી. હકીકતમાં, ધવન દંપતી હવે અલગ રહે છે અને છૂટાછેડા અને બાળકની કસ્ટડીને લગતા ભારત અને ઓસ્ટ્રેલિયામાં કાનૂની કેસ શરૂ કર્યા છે.

Delhi Patiala House Court orders cricketer Shikhar Dhawan wife Ayesha Dhawan to bring their 9-year-old child to India to meet the family

Shikhar with Ayesha and Zoravar

કોર્ટે નારાજગી વ્યક્ત કરી

એક તરફ આયેશા બાળકના જીવનમાં ધવનની મહત્વની ભૂમિકાને સમજવાનો દાવો કરે છે અને બીજી તરફ તે બાળકને તેના પિતા અને દાદા-દાદીને મળવા લાવવા સામે વાંધો ઉઠાવી રહી છે.  બાળકના પરિવારને મળવા પર આયેશા મુખર્જીના વાંધાને લઈને પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે શિખર ધવનનો પરિવાર ઓગસ્ટ 2020થી બાળકને મળ્યો નથી. એકલી માતાનો બાળક પર કોઈ અધિકાર નથી. જો શિખર ધવન અત્યાર સુધી એક સારો પિતા સાબિત થયો છે તો તેને બાળકના પરિવારને મળવામાં કેમ વાંધો છે. કોઈપણ રીતે, શિખર ધવન કાયમી કસ્ટડી માંગતો નથી, તે ફક્ત તેના બાળકને મળવા માંગે છે.

Plant in pot : ઘરે ઉગાડો આ છોડ, સાપ રહેશે કોસો દૂર
ડાયલોગ કિંગ્સ સંજય મિશ્રાનો આવો છે પરિવાર
Sattu drink: આ લોકોએ સત્તુ ભૂલથી પણ ન પીવું જોઈએ
ઘરના મુખ્ય દરવાજા પાસે કચરાની ડોલ મુકવી યોગ્ય છે કે નહીં? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
છાશમાં સંચળ નાખીને પીવું જોઈએ કે સાદું મીઠું? નિષ્ણાતો પાસેથી જાણો
ક્રિકેટર રોહિત શર્માની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

બાળકની કસ્ટડી 28 જૂને ધવન પરિવારને સોંપશે

કોર્ટે આયેશા મુખર્જીને નિર્દેશ આપ્યો છે કે તે બાળકને પોતે ભારત લાવે અથવા તેને ધવન પરિવારને મળવા માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિ મારફતે મોકલે. બાળકની કસ્ટડી 28 જૂને સવારે 10 વાગ્યે દિલ્હીમાં ધવન પરિવારને સોંપવામાં આવે. જો કોઈ કારણોસર આયેશા માટે આ શક્ય ન હોય તો તે આ આદેશના 72 કલાકની અંદર પોતાની અસમર્થતા વ્યક્ત કરી શકે છે. આવા કિસ્સામાં શિખર ધવન બાળકને ઓસ્ટ્રેલિયાથી લાવશે અને આયેશા બાળકને ભારત આવવા માટે વિઝા/જરૂરી મંજૂરી મેળવવા માટે જવાબદાર રહેશે. એવી વ્યવસ્થા કરવી જોઈએ કે બાળક 27મી જૂને ભારત આવે અને 4 જુલાઈએ તેને ઓસ્ટ્રેલિયા પરત મોકલવામાં આવે. પ્રવાસનો ખર્ચ શિખર ધવન ઉઠાવશે.

આ પણ વાંચોઃ WTC Final: શું પિચ જોઈ ટીમ ઈન્ડિયા ડરી ગઈ? રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાની માનસિકતા પર ઉઠાવ્યા સવાલ

છૂટાછેડા-બાળકની કસ્ટડીને લઈ કાનૂની લડાઈ

તમને જણાવી દઈએ કે આયેશા અને શિખર ધવન એકબીજાથી અલગ થઈ ગયા છે અને બંને વચ્ચે છૂટાછેડા અને બાળકની કસ્ટડીને લઈને કાનૂની લડાઈ ચાલી રહી છે. હાલના સમયમાં દિવસોમાં આયેશા તેના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો