DC vs RR, IPL 2021: રાજસ્થાન સામે દિલ્હીના 6 વિકેટે 154 રન, ઐયર 43, સાકરિયાની 2 વિકેટ

|

Sep 25, 2021 | 5:34 PM

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. આમ દિલ્હીની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી.

DC vs RR, IPL 2021: રાજસ્થાન સામે દિલ્હીના 6 વિકેટે 154 રન, ઐયર 43, સાકરિયાની 2 વિકેટ
Shreyas Iyer

Follow us on

IPL 2021 ની 36 મી મેચ UAE ના અબુ ધાબીમાં રમાઇ રહી છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે આજે ટક્કર થઇ છે. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસ (Sanju Samson)ને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ બેટીંગ માટે મેદાને આવી હતી. તેણે 154 રન 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બેટીંગ ઇનીંગ

ટોસ હારીને દિલ્હીની ટીમ બેટીંગ માટે મેદાને આવી હતી. દિલ્હીની ટીમની ઓપનીંગ જોડી માત્ર 18 રન પર જ તૂટી ગઇ હતી. શિખર ધવન 8 બોલમાં 8 રન કરીને ક્લિન બોલ્ડ થયો હતો. ઓપનર પૃથ્વી શો પણ ત્યાર બાદ તુરત જ વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 12 બોલમાં 10 રન કર્યા હતા. આમ 21 રનના સ્કોર પર બંને ઓપનરોએ વિકેટ ગુમાવતા, દિલ્હીની શરુઆત ખરાબ રહી હતી.

શ્રેયસ ઐયરે 32 બોલમાં 42 રન કર્યા હતા. તે રાહુલ તેવટિયાના બોલમાં સેમસન દ્વારા સ્ટંમ્પીંગ થયો હતો. ઋષભ પંતે 24 બોલમાં 24 રન કર્યા હતા. શિમરોન હેટમેયરે 16 બોલમાં 28 રન કર્યા હતા. જે દરમ્યાન 5 ચોગ્ગા લગાવ્યા હતા. અક્ષર પટેલે 7 બોલમાં 12 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે એક છગ્ગો લગાવ્યો હતો. લલિત યાદવ 14 રન અને અશ્વિન 6 રન કરીને અણનમ રહ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજસ્થાન રોયલ્સ બોલીંગ ઇનીંગ

કાર્તિક ત્યાગીએ તેના આજના સ્પેલની શરુઆત કરતા જ પ્રથમ બોલે જ મોટી વિકેટ ઝડપી હતી. કાર્તિકે શિખર ધવનને બોલ્ડ કર્યો હતો. તેને એક વિકેટ 4 ઓવરમાં 40 રન આપીને મેળવી હતી. ચેતન સાકરિયાએ 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. મુસ્તફીઝુર રહેમાને 2 વિકેટ ઝડપી હતી. રાહુલ તેવટીયાએ 1 વિકેટ ઝડપી હતી. તબરેઝ શમ્સી એ ડેબ્યૂ મેચમાં 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી.

 

આ પણ વાંચોઃ Former cricketers : ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ માટે BCCI પણ આગળ આવ્યું, બોર્ડની આવી યોજના છે

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીના ભાઇની રણનિતી એ RCB સામે જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી, પોતાનીથી લડતા રહેતા ભાઇ વિશે કર્યો ખુલાસો

Published On - 5:26 pm, Sat, 25 September 21

Next Article