બીજી એશિઝ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. ઓપનર ડેવિડ વોર્નરે લાંબા સમય બાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી હતી, પરંતુ તે લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને 66 રન બનાવી આઉટ થયો હતો.
લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલ એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એવી અપેક્ષા હતી કે લોર્ડ્સની પિચ પર પ્રથમ સેશનમાં ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર ભારે પડશે, પરંતુ એવું થયું નહીં અને તેનું એક મોટું કારણ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર છે, જેણે અડધી સદી ફટકારી 2019થી ચાલતા દુષ્કાળનો અંત આણ્યો હતો.
Strong start from Warner after being sent in. #Ashes
— cricket.com.au (@cricketcomau) June 28, 2023
વોર્નર અને ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 73 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ખ્વાજાના આઉટ થયા પહેલા વોર્નરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નરે સિક્સર ફટકારીને આ ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 22મી ઓવરના ચોથા બોલ પર સિક્સર મારીને ટેસ્ટમાં તેની 35મી અડધી સદી પૂરી કરી. આ સાથે તેણે ઈંગ્લેન્ડમાં ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળનો અંત લાવ્યો. વોર્નરે 2019થી ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં અડધી સદી કે સદી ફટકારી ન હતી.
લોર્ડસ ટેસ્ટમાં વોર્નરે ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી હતી અને બાદમાં ત્રણ વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ પહેલા વોર્નરે 22 ઓગસ્ટ 2019ના રોજ લીડ્ઝમાં રમાયેલી મેચમાં 61 રનની ઇનિંગ રમી હતી. ત્યારપછી તેણે ઈંગ્લેન્ડમાં કુલ નવ ઈનિંગ્સ રમી હતી પરંતુ એકમાં પણ તે અડધી સદી ફટકારી શક્યો નહોતો. તેણે 66 બોલમાં એક છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા.
Well played, David Warner.
He scored 66 runs from 68 balls against England in second Ashes Test Match at Lord’s. A brilliant Knock from Warner! pic.twitter.com/veDOEI9TZj
— CricketMAN2 (@ImTanujSingh) June 28, 2023
ડેવિડ વોર્નરની ગણતરી ઓસ્ટ્રેલિયાના જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ લેફ્ટ આર્મ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે, તેણે ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને સદી પણ ફટકારી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું પરફોર્મન્સ ઉતાર ચઢાવ ભર્યું રહ્યું છે અને ઈંગ્લેન્ડમાં તો તેના આંકડા નિરાશાનજક રહ્યા છે. આ ડાબોડી બેટ્સમેન હજુ સુધી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી. વોર્નરને લોર્ડ્સમાં સદી ફટકારીને અહીં લીડરબોર્ડમાં પોતાનું નામ લખાવવાની તક હતી અને ઈંગ્લેન્ડમાં તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવાની પણ તક હતી.