IPL 2023: રવિન્દ્ર જાડેજા સામે જ Live મેચમાં ‘તલવારબાજી’ દિલ્હીમાં ‘જડ્ડુ’ ની થઈ ગઈ નકલ! Video

|

May 20, 2023 | 9:22 PM

Ravindra Jadeja, IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવી લીધુ છે. દિલ્હી સામે ધોની સેનાએ 77 રનથી જીત મેળવી હતી.

IPL 2023: રવિન્દ્ર જાડેજા સામે જ Live મેચમાં તલવારબાજી દિલ્હીમાં જડ્ડુ ની થઈ ગઈ નકલ! Video
David Warner doing sword celebration Video Ravindra Jadeja

Follow us on

IPL 2023 ના પ્લેઓફનુ ચિત્ર હજુ સંપૂર્ણરીતે સ્પષ્ટ થયુ નથી. હજુ 2 સ્થાન માટેની લડાઈ ચાલુ છે. શનિવારે ડબલ હેડર દિવસની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને ધોનીએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 223 રનનુ લક્ષ્ય નોંધાવ્યુ હતુ. જેની સામે દિલ્હીની ટીમના બેટર્સ હોમ ગ્રાઉન્ડ પર જ પાણીમાં બેસી જતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે લડાયક ઈનીંગ રમી હતી. વોર્નરે મેચ દરમિયાન જાડેજા સામે જબરદસ્ત એક્શન કરી હતી.

દિલ્હી કેપિટલ્સના સુકાની ડેવિડ વોર્નરે સિઝનમાં પોતાની અંતિમ મેચ દરમિયાન બેટિંગ કરવાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. તે દરેક બોલને સમજીને રમી રહ્યો હતો. જેને લઈ તેની ઈનીંગ લાંબી રહી હતી. તે એકલા હાથે ટીમ માટે લડતો હોય એમ તેના સામે છેડે વિકેટ દિલ્હી ગુમાવતુ હતુ અને તે રન નિકાળતો હતો. વોર્નરે 86 રનની ઈનીંગ રમી હતી. વોર્નરે ધોની સેનાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની સામે તલાવર બાજીની એક્શન બેટ વડે કરી હતી.

IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?

જાડેજાની જેમ ફેરવ્યુ બેટ

આમ તો સામાન્ય રીતે જ્યારે પણ અડધી સદી જેવા મોકા સર્જાય એટલે ગુજ્જુ ખેલાડી રવિન્દ્રસિંહ જાડેજા તેનો જશ્ન બેટને તલવારબાજીની માફક હવામાં ઘૂમાવતો જોવા મળે છે. તે બેટને હવામાં ઘૂમાવે છે અને એ જાણે તેના જશ્નની પેટર્ન બની ચૂકી છે. જોકે શનિવારે દિલ્હીના મેદાનમાં ડેવિડ વોર્નરે આવુ જ કામ કરી દીધુ હતુ અને તેનો વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

વાત પાંચમી ઓવરની છે. આ ઓવરમાં ત્રીજા બોલને સિંગલ રન બાદ બીજો રન લેવા માટે ડેવિડ વોર્નર પ્રયાસ કરી રહ્યો હતો. કારણ કે ફિલ્ડરના હાથમાંથી નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બોલ મિસ થઈ ગયો હતો. જેને લઈ વોર્નરે આ પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલને જાડેજાએ પોતાના હાથમાં લઈને તુરત વિકેટ પર થ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને ક્રિઝની બહાર રહીને જાડેજાને પહેલાતો ઘૂરવા લાગ્યો હતો અને બાદમાં તે બેટને તલવારની માફક હવામાં ફેરવવા લાગ્યો હતો.

 

 

વોર્નરના આ પ્રકારના રિએક્શને લઈ મેદાનમાં સૌ કોઈ હસી પડ્યુ હતુ. ફિલ્ડના અંપાયર પણ મુસ્કરાવા લાગ્યા હતા. તો રવિન્દ્ર જાડેજા પણ પોતાની સામે વોર્નરની આવી હરકતથી હસી પડ્યો હતો. તો વળી ખેલાડીઓ પણ હસી પડ્યા હતા. જોકે આ હરકત બાદ વોર્નરે પોતાનુ બેટ ચલાવવામાં કોઈ કમી રાખી નહોતી. તેણે જાડેજાની 9મી ઓવરમાં ચોગ્ગો અને છગ્ગો જમાવતા 13 રન નિકાળ્યા હતા.

 

આ પણ વાંચોઃ  IND vs PAK, WC: પાકિસ્તાન ટીમે આખરે ટેકવ્યા ઘૂંટણ, ટીમ પહેલા સિક્યોરિટી ટીમ ભારત મોકલી આબરુ બચાવવા પ્રયાસ કરશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 9:21 pm, Sat, 20 May 23

Next Article