પહેલી એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નરે ઓપનર તરીકે ખાસ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. ઓપનર તરીકે સૌથી વધુ રન બનવવા મામલે તેને ટીમ ઈન્ડિયાના આક્રમક ઓપનર વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડ્યો હતો. વોર્નર હવે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનવા મામલે પાંચમા નંબરે પહોંચી ગયો છે.
ટેસ્ટમાં ઓપનર બેટ્સમેન તરીકે સૌથી વધારે રન બનાવવાની યાદીમાં તેણે સહેવાગને પાછળ છોડીને ગાવસ્કરની ક્લબમાં સ્થાન મેળવી લીધું છે.ટેસ્ટમાં ઓપનર તરીકે રનના મામલે ડેવિડ વોર્નર ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂક, ભારતના સુનીલ ગાવસ્કર, દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન બાદ પાંચમા ક્રમે પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ઓપનર તરીકે 45.60ની એવરેજથી રન બનાવ્યા છે. ટેસ્ટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન મામલે ઈંગ્લેન્ડનો ઓપનર એલિસ્ટર કૂક ટોપ પર છે. તેને 11,845 રન બનાવ્યા હતા. બીજા ક્રમે ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર છે, જેમણે 9,607 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં ત્રીજા ક્રમે 9,030 રન સાથે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કપ્તાન છે. જે બાદ ઓસ્ટ્રેલિયન ઓપનર ને મેથ્યુ હેડન 8,625 રન સાથે ચોથ ક્રમે છે.
આ પણ વાંચોઃ 20 જૂનનો દિવસ છે ભારતીય ક્રિકેટ માટે ખાસ, ત્રણ સુપર સ્ટાર ખેલાડીઓએ કર્યો હતો ટેસ્ટ ડેબ્યૂ
વોર્નર પહેલી એશિઝ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર માત્ર નવ રન બનાવી આઉટ થયો હતો જ્યારે બીજી ઈનિંગમાં તેને 57 બોલમાં 36 રન બનાવ્યા હતા. આ સાથે જે તેણે ટેસ્ટમાં 8208 રન પૂરા કરી લીધા હતા અને સેહવાગના ઓપનર તરીકે સૌથી વધુ ટેસ્ટ રનને ઓવર ટેક કર્યો હતો. સેહવાગે ટેસ્ટમાં ઓપનર તરીકે 8207 રન બનાવ્યા હતા અને હવે તે આ મામલે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
ડેવિડ વોર્નર ઓપનર તરીકે 16,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયન ઓપનરે 337 આંતરરાષ્ટ્રીય મેચોમાં 42.94ની એવરેજથી 16,920 રન બનાવ્યા છે. જેમાં 45 સદી અને 84 અર્ધસદી સામેલ છે.