David Warner Angry IPL 2022: આઉટ આપ્યા બાદ ભડક્યો ડેવિડ વોર્નર, અમ્પાયર પર ગુસ્સો ભરાયો, જુઓ Video

IPL 2022 : સોમવારે મેચમાં દિલ્હી કેપિટલ્સનો (DC) ડેવિડ વોર્નર (David Warner) 19 રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાં ડેવિડ વોર્નર અમ્પાયરના નિર્ણયથી નિરાશ જોવા મળ્યો હતો.

David Warner Angry IPL 2022: આઉટ આપ્યા બાદ ભડક્યો ડેવિડ વોર્નર, અમ્પાયર પર ગુસ્સો ભરાયો, જુઓ Video
David Warner (PC: IPLt20.com)
| Edited By: | Updated on: May 09, 2022 | 9:17 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રવિવારે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK vs DC) વચ્ચે મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર (David Warner) આ મેચમાં મોટો સ્કોર બનાવી શક્યો ન હતો અને માત્ર 19 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આઉટ થયા બાદ ડેવિડ વોર્નરનો ગુસ્સો અમ્પાયર પર નિકળી ગયો હતો. કારણ કે તે અમ્પાયરના નિર્ણયથી ગુસ્સે હતો.

વાસ્તવમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ઇનિંગની પાંચમી ઓવરમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો મહિષ તિક્ષાન (Maheesh Theekshana) બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવરનો બીજો બોલ ડેવિડ વોર્નરના પેડ પર વાગ્યો હતો. અમ્પાયર નીતિન મેનને તેને આઉટ જાહેર કર્યો હતો. પરંતુ ડેવિડ વોર્નરે રિવ્યુ લીધો.

જાણો, કેમ ડેવિડ વોર્નર અમ્પાયર પર ગુસ્સે થયો

સમીક્ષા દર્શાવે છે કે બોલ ઓફ-સ્ટમ્પથી થોડો ઉપર હતો. તેથી તેને અમ્પાયર કોલ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો, તો ત્રીજા અમ્પાયરનો નિર્ણય પણ આઉટ રહ્યો હતો. આના પર ડેવિડ વોર્નર (David Warner) અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો.

જ્યારે તે આઉટ થઈને પેવેલિયનમાં પરત ફરી રહ્યો હતો. ત્યારે અમ્પાયર નીતિન મેનનને ઘુરતો-ઘુરતો જોઈ રહ્યો હતો અને પાછળથી તેને પણ કહેવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં ડેવિડ વોર્નરના આ વર્તન પર પણ કાર્યવાહી થઈ શકે છે. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા કેવિન પીટરસને પણ ડેવિડ વોર્નરના વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અમ્પાયર હંમેશા દબાણમાં હોય છે. તેથી તેમની સાથે આવો વ્યવહાર કરી શકાય નહીં.

 

ચેન્નઈ ટીમે આપ્યો હતો 209 રનનો જીતનો લક્ષ્યાંક

તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચમાં 209 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આવી સ્થિતિમાં દિલ્હીને આશા હતી કે તેને ડેવિડ વોર્નર પાસેથી મોટી ઇનિંગ મળશે. ડેવિડ વોર્નર આ IPL માં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ડેવિડ વોર્નરે અત્યાર સુધી માત્ર 9 મેચમાં 375 રન બનાવ્યા છે. આ દરમિયાન ડેવિડ વોર્નરની બેટિંગ એવરેજ 50 થી ઉપર રહી છે.

મહત્વનું છે કે ચેન્નઈ ટીમે આ મેચ 91 રને જીતી લીધી હતી અને આ જીત સાથે ચેન્નઈ પ્લે ઓફની રેસમાં બની રહ્યું છે. તો દિલ્હી કેપ્ટલ્સ ટીમની પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો વધુ મુશ્કેલ બન્યો છે.