MS Dhoni Run Out: ધોનીની સ્ફૂર્તી અને ઝડપ સામે પંજાબને 30 વર્ષનો યુવા બેટ્સમેન નિષ્ફળ, 6 વર્ષ જૂની યાદ તાજી કરાવી

|

Apr 03, 2022 | 10:02 PM

IPL 2022 ની તેમની ત્રીજી મેચમાં ચેન્નાઈએ પંજાબ કિંગ્સ સામે શાનદાર શરૂઆત કરી અને બે ઓવરમાં 2 વિકેટ લીધી અને આમાં ધોનીની મોટી ભૂમિકા હતી.

MS Dhoni Run Out: ધોનીની સ્ફૂર્તી અને ઝડપ સામે પંજાબને 30 વર્ષનો યુવા બેટ્સમેન નિષ્ફળ, 6 વર્ષ જૂની યાદ તાજી કરાવી
MS Dhoni ની રાજપક્ષેને જબરદસ્ત રન આઉટ કરાવ્યો હતો

Follow us on

એમએસ ધોની (MS Dhoni) ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર હોય અને માત્ર આઈપીએલમાં જ પોતાનો કમાલ બતાવે અને ભલે તે 41 વર્ષનો થવા જઈ રહ્યો હોય, પરંતુ આજે પણ તેની ફિટનેસ પર કોઈ સવાલ નથી. જો કોઈને કોઈ શંકા હોય તો ધોનીએ ફરી એકવાર તેને સાફ કરી દીધું છે. વિકેટ પાછળ પોતાની ચતુરાઈ અને ઝડપને આધારે ઘણા બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવનાર ધોની આજે પણ ઘણા યુવાનો પર પ્રભુત્વ ધરાવે છે. IPL 2022 માં પંજાબ કિંગ્સ (CSK vs PBKS) સામે, ધોનીએ તેની ઝડપ વડે ભાનુકા રાજપક્ષે (MS Dhoni Runs Out Bhanuka Rajapaksa) ને રન આઉટ કરાવીને ફરીથી તેની સર્વોપરિતા સાબિત કરી.

IPL 2022 માં તેમની પ્રથમ બે મેચ હારી ગયેલી ચેન્નાઈ સુપર કિંગ્સને તેમની પ્રથમ જીત માટે સારી શરૂઆતની જરૂર હતી. પંજાબ કિંગ્સ સામે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરતા તેને બે ઓવરમાં જોઈતી શરૂઆત મળી. પહેલી જ ઓવરમાં પંજાબનો કેપ્ટન મયંક અગ્રવાલ બીજા જ બોલ પર આઉટ થયો હતો. ત્યારપછી બીજી જ ઓવરમાં ધોનીનો કમાલ જોવા મળ્યો હતો.

ધોનીની ઝડપે 2016ની યાદ કરાવી

ભાનુકા રાજપક્ષે ક્રિસ જોર્ડનની ઓવરના પહેલા બોલ પર ડીપ ફાઈન લેગ પર સિક્સર ફટકારી હતી. ત્યારપછી તેણે આગલા બોલને શોર્ટ મિડવિકેટ તરફ મોકલ્યો અને રન માટે દોડ્યો હતો, પરંતુ શિખર ધવને તેને પરત કર્યો હતો. જોર્ડને બોલ પકડીને ધોની તરફ ફેંક્યો, જેણે ઉતાવળ બતાવી અને પોતાની પોઝિશન પરથી દોડીને આવ્યો અને બોલને ક્લીન રીતે કેચ કર્યો અને રાજપક્ષને રન આઉટ કરવા માટે ડાઇવ કર્યો. 40 વર્ષના ધોનીની સામે 30 વર્ષના રાજપક્ષની ગતિ ઘણી ધીમી જોવા મળી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ રનઆઉટની સાથે ધોનીએ 6 વર્ષ જૂની યાદો પણ તાજી કરી. 2016માં T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની છેલ્લી ઓવરમાં ધોનીએ બાંગ્લાદેશી બેટ્સમેનને એ જ રીતે રનઆઉટ કર્યા હતા, જેના આધારે ભારતીય ટીમે તે મેચ જીતી હતી.

લિવિંગસ્ટોનની ધમાલ

જો કે, બે ઓવરમાં બે વિકેટ પડી જવાની પંજાબ પર બહુ અસર થઈ ન હતી કારણ કે ફરીથી ક્રિઝ પર આવેલા લિયામ લિવિંગસ્ટોને ધમાલ સર્જી હતી. મોટા શોટ કરવાની ક્ષમતા માટે જાણીતા, લિવિંગસ્ટોને બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે તેનું જીવંત પ્રદર્શન કર્યું અને વિસ્ફોટક રીતે માત્ર 32 બોલમાં 60 રન ફટકાર્યા. આ દરમિયાન તેણે 5 સિક્સર અને 5 ફોર ફટકારી હતી, જેમાં એક સિક્સ 108 મીટર દૂર પડી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2022: રજત પાટીદારને RCB એ પોતાની સાથે જોડ્યો, લવનિથ સિસોદીયા ઈજાને લઈ બહાર થતા મળ્યો મોકો

આ પણ વાંચોઃ IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર Ishan Kishan હાર બાદ પણ ચમકી રહ્યો છે, અડધી સદીના મામલે વિરેન્દ્ર સેહવાગની કરી બરાબરી

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:00 pm, Sun, 3 April 22

Next Article