CSK vs PBKS, IPL 2022: પંજાબ કિંગ્સે શિખર-લિયામની શાનદાર બેટીંગ વડે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 180 રનનો સ્કોર કર્યો

|

Apr 03, 2022 | 9:36 PM

IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનપદની જવાબદારી સંભાળ્યા બાદ રવિન્દ્ર જાડેજા પોતાની પ્રથમ જીત મેળવવાના પ્રયાસમાં છે. પંજાબ ના બોલરો સામે હવે ચેન્નાઈના બેટ્સમેનોએ દમ દેખાડવો જરુરી છે.

CSK vs PBKS, IPL 2022: પંજાબ કિંગ્સે શિખર-લિયામની શાનદાર બેટીંગ વડે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 180 રનનો સ્કોર કર્યો
ધવને અને લિવિંગસ્ટોને શાનદાર ભાગીદારી રમત રમી

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 11 મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પહેલા પંજાબને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. પંજાબને કેપ્ટન મયંક અગ્રવાલ ફરી એકવાર ટીમને સારી શરુઆત અપાવવા માટે પોતાનુ યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ઝડપ પ્રથમ બે વિકેટ ગુમાવવા છતાં પંજાબે શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટોન (Liam Livingstone) ની બેટીંગ વડે યોગ્ય સ્કોર ખડકવામાં સફળતા મેળવી હતી. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 8 વિકેટે 180 રનનો સ્કોર ખડક્યો હતો.

પંજાબ કિંગ્સે સિઝનમાં એક મેચ જીતી છે, વધુ એક જીત નોંધાવવા માટે તેણે રવિવારે પૂરો દમ દર્શાવવો જરુરી છે. પરંતુ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલ ખુદ જ વધુ એકવાર સારી શરુઆત અપવાવમાં નિષ્ફળ રહ્યો છે. તે પ્રથમ ઓવરના બીજા બોલ પર જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેના સ્થાને આવેલ ભાનુકા રાજપક્ષેની વિકેટ પણ અયોગ્ય તાલમેલને લઇ રન આઉટના સ્વરુપમાં ગુમાવી હતી. ધોનીએ ચપળતા પૂર્વક ભાનુકેને રન આઉટ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

લિવિંગસ્ટોન અને ધવનની દમદાર ઈનીંગ

શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટોને શાનદાર રમત રમી હતી. બંનેએ મુશ્કેલીના વાદળોને વિખેરતી બેટીંગ કરી હતી અને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. બંનેએ મોકો મળે એમ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવને 24 બોલમાં 33 રનની ઈનીંગ રમી હતી. જ્યારે લિવિંગસ્ટોને 32 બોલમાં 60 રનની આક્રમક ઈનીંગ દર્શાવી હતી. તેમે 5 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. બાદમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ જીતેશ શર્માએ પણ આક્રમકતા અપાવી ટીમનુ સ્કોરબોર્ડ ઝડપી બનાવી રાખવા પ્રયાસ કર્યો હતો. તેણે 17 બોલમાં 26 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા જમાવ્યા હતા. શાહરુખ ખાન માત્ર 3 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો.

તમારો ફોન એક મહિનામાં કેટલી વીજળી વાપરે છે?
Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન

ઓડિયન સ્મિથ 3 અને રાહુલ ચાહર 12 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. રાહુલે શાનદાર એક છગ્ગો તેની ટૂંકી ઈનીંગ દરમિયાન લગાવ્યો હતો. કાગીસો રબાડા 12 બોલમાં 12 રન નોંધાવી અંતમાં અણનમ રહ્યો હતો.

ચેન્નાઈનુ બોલીંગ આક્રમણ સરેરાશ

મુકેશ ચૌધરી તેની પ્રથમ મેચમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ પંજાબના બેટ્સમેનો સામે તેની બોલીંગ ખાસ અસરકારક રહી નહોતી તેણે ઈનીંગના બીજા બોલે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. પરંતુ બાદમાં પંજાબના બેટ્સમેનોએ તેની ઓવર પર ખૂબ રન મેળવ્યા હતા. તેણે 4 ઓવરમાં 52 રન ગુમાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ મેળવીને 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. ક્રિસ જોર્ડને ચેન્નાઈ માટે સારુ પ્રદર્શન કર્યુ હતુ, તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ડ્વેન પ્રિટોરિયસે પણ 2 વિકેટ મેળવી હતી. ડ્વેન બ્રાવોએ 1 વિકેટ મેળવી હતી.

જોકે અંતમાં ડેથ ઓવરમાં ચેન્નાઈના બોલરોએ વાપસી કરી હતી. અને પંજાબની ઝડપી ગતીને બ્રેક લગાવવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચોઃ IPL 2022: રજત પાટીદારને RCB એ પોતાની સાથે જોડ્યો, લવનિથ સિસોદીયા ઈજાને લઈ બહાર થતા મળ્યો મોકો

આ પણ વાંચોઃ IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર Ishan Kishan હાર બાદ પણ ચમકી રહ્યો છે, અડધી સદીના મામલે વિરેન્દ્ર સેહવાગની કરી બરાબરી

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:25 pm, Sun, 3 April 22