IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ ના કરોડપતિ ખેલાડીને એરપોર્ટ પર દાવ થઈ ગયો, કહ્યુ-આગળ નિકળો છુટ્ટા નથી, Video

|

Apr 07, 2023 | 11:16 PM

CSK VS MI: શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થનારી છે, મુંબઈની ટીમ પ્રથમ જીત મેળવવા માટે ચેન્નાઈ સામે દમ લગાવતી જોવા મળશે.

IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ ના કરોડપતિ ખેલાડીને એરપોર્ટ પર દાવ થઈ ગયો, કહ્યુ-આગળ નિકળો છુટ્ટા નથી, Video
Deepak Chahar trolled by Ambati Rayadu

Follow us on

IPL 2023 ની 12 મી મેચ જબરદસ્ત રહેનારી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થનારી છે. આઈપીએલની સૌથી સફળ ટીમો વચ્ચેની ટક્કર થવાની હોય એટલે જબરદસ્ત જ હોય એ સ્વાભાવિક છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આ માટે હવે મુંબઈ પહોંચી છે. પરંતુ મુંબઈ પહોંચતા પહેલા એરપોર્ટ પર ચેન્નાઈ ટીમના કરોડપતિ ખેલાડી સાથે જબરો દાવ થઈ ગયો. એરપોર્ટ પર 14 કરોડના ખેલાડી દીપક ચહરને ના સાંભળવાનુ સાંભળી લેવુ પડ્યુ હતુ અને જેનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દીપક ચહર પાસે ગ્રો-પ્રો હોવાને લઈ તે ચેન્નાઈ માટે તેના દ્વારા વિડીયો ઉતારતો નજર આવ્યો હતો. જે વિડીયો દરમિયાન દીપક ચેન્નાઈની ટીમના ખેલાડીઓ સાથે જ વાતચિત કરતો નજર આવ્ચો હતો. આ દરમિયાન તેણે વિચાર્યુ નહીં હોય એવુ જ કંઈક સાંભળવા મળ્યુ હતુ, હવે આ વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

દીપક ચહરની લેવાઈ મજા

પત્નિ સાથે દીપક ચહર એરપોર્ટ પર નજર આવ્યો હતો. આ દરમિયાન તેણે સાથી ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. દીપક ચહરે સાથી ખેલાડી અંબાતી રાયડૂ પાસે પહોંચ્યો હતો. જ્યાં તેણે ઝડપી બોલર સાથે મજાક કરી દીધી હતી. અંબાતી રાયડૂએ 14 કરોડની સેલેરી મેળવનારા ચેન્નાઈની ટીમના ખેલાડી ને સંભળાવી દીધી હતી કે, આગળ નિકળો. છુટ્ટા નથી. તો વળી ફ્લાઈટમાં જવા દરમિયાન ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ દીપક ચહરની ટાંગ ખેંચી હતી.

Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?
ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024

 

 

આ પણ વાંચોઃ MS Dhoni, IPL 2023: ધોનીની ટીમમાં હવે ચેતવણીના સૂર, કહ્યુ-યોર્કર કરવાનુ નથી જાણતા તો બચવુ મુશ્કેલ!

ધોની પાસે જ્યારે દીપક ચહર પહોંચ્યો તો પ્લેનમાં ધોનીએ તેને આગળ વઘવા માટે ઈશારો કર્યો હતો. ધોનીએ દીપક તરફ નજર સુદ્ધા કરી નહોતી. જોકે આ સમયે ધોની એક બુક વાંચી રહ્યો હતો.

દીપક ચાહરની વાત કરવામાં આવે તો લખનૌ સામે 4 ઓવરમાં 55 રન લુંટાવી દીધા હતા. આ દરમિયાન 5 વાઈડ બોલ કર્યા હતા. હવે શનિવારે દીપક ચહર વાનખેડે સ્ટેડિયમમાં કેવુ પ્રદર્શન કરે છે તેની રાહ જોવી રહી. મુંબઈને સિઝનમાં પ્રથમ જીત જરુરી છે, જેને લઈ હવે પૂરી તાકાત દર્શાવશે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 11:05 pm, Fri, 7 April 23

Next Article