IPL 2023 Final, CSK vs GT: ફાઈનલ મોડી શરુ થવાને લઈ હરભજન સિંહને ગુસ્સો આવ્યો કે આક્ષેપ કર્યો? પૂછ્યૂ-કેમ તૈયાર નહોતા

|

May 30, 2023 | 2:06 AM

IPL 2023 Final Rain Delay: 28 મેએ ફાઈનલ મેચ રમાનારી હતી, પરંતુ ટોસ પહેલા જ વરસાદ વરસ્યો હતો, રિઝર્વ ડે પર સોમવારે ફાઈનલ મેચ રમાઈ હતી. જેને પણ વરસાદે વિક્ષેપ સર્જતા મજા બગડી હતી.

IPL 2023 Final, CSK vs GT: ફાઈનલ મોડી શરુ થવાને લઈ હરભજન સિંહને ગુસ્સો આવ્યો કે આક્ષેપ કર્યો? પૂછ્યૂ-કેમ તૈયાર નહોતા
Harbhajan Singh blame

Follow us on

IPL 2023 Final અગાઉથી જારી થયેલા શેડ્યૂલ મુજબ 28 મેને રવિવારના રોજ રમાનારી હતી. પરંતુ રવિવારે ટોસ થવા અગાઉ જ અમદાવાદનુ વાતાવરણ પલટાયુ હતુ અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની આવન-જાવનને લઈ મેચ શરુ થઈ શકી નહોતી અને અંતે રવિવારના બદલે રિઝર્વ ડે પર મેચ રમવાનો નિર્ણય જાહેર થયો હતો. પરંતુ સોમવારે રિઝર્વ ડેએ મેચ તો નિર્ધારિત સમયે જ શરુ થઈ હતી, જોકે મેચ ચેન્નાઈની બેટિંગ ઈનીંગની શરુઆત થતા જ અટકી ગઈ હતી. વરસાદ વરસવાને લઈ રમતમાં વિક્ષેપ પડ્યો હતો. મેચ ફરીથી રાત્રીના 12.10 વાગ્યે શરુ થઈ હતી અને ઓવર ઘટાડવામાં આવી હતી.

મેચ મોડી શરુ થવાને લઈ હરભજન સિંહને ગુસ્સો આવ્યો છે. મેચમાં વરસાદ બાદ મેચ જે રીતે મોડી શરુ થઈ હતી તેને લઈ ભજ્જી ગુસ્સામાં જોવા મળ્યો છે. મેચ ચેન્નાઈની બેટિંગ ઈનીંગ શરુઆત થવાના ત્રણ બોલની રમત બાદ તુરત જ રોકાઈ જવા પામી હતી. આ સમયે ચેન્નાઈ સામે 215 રનનુ લક્ષ્ય 20 ઓવરમાં હતુ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

થોડી વાર વરસાદ, રાહ વધારે જોવી પડી

વરસાદ માત્ર પંદરથી વીસ મિનિટ જ વરસ્યો હતો. પરંતુ જેની સામે મેચ છેક રાત્રીને 12.10 કલાકે શરુ થઈ શકી હતી. વરસાદ શરુ થયાના બાદ થોડીક વારમાં રોકાઈ ગયો હતો. પરંતુ આ થોડીવારમાં તેણે મેદાનમાં ચારે બાજુ પાણી પાણી કરી દીધુ હતુ. વરસાદ બંધ થયાના દોઢેક કલાક બાદ મેચ ફરી શરુ થઈ શકી હતી. આમ આટલી બધી વાર લાગવાને લઈ સવાલો પણ થઈ રહ્યા હતા કે, એમ આટલી વાર લાગી હતી.

 

 

હરભજન સિંહે મેદાન પર પાણી હટાવવાનુ કામ ચાલી રહ્યુ હતુ, ત્યારે જ આ અંગેની વાત કરી હતી. અને બતાવ્યુ હતુ કે, કેમ મેચ મોડી શરુ થઈ હતી. ભજ્જી આ દરમિયાન બતાવ્યુ કે કવર્સ પીચ પર મોડા આવ્યા હતા. જેને લઈ પીચની આસપાસનો હિસ્સો વધારે ભીનો થયો હતો. જેને સુકવતા ખૂબ જ સમય લાગ્યો હતો. આમ હરભજની વાત એમ હતી કે, આગળના દિવસે વરસાદને લઈ પરેશાની થઈ હતી, તો બીજા દિવસે તૈયારીઓ રાખવી જરુરી હતી કે જેથી વરસાદની સ્થિતીમાં મેચ માટે સમય ઓછો ખરાબ થાય.

આ પણ વાંચોઃ CSK vs GT IPL 2023 Final: સદગુરુએ બતાવી પોતાની ફેવરિટ આઈપીએલ ટીમ, મહેન્દ્રસિંહ ધોની માટે કહી મોટી વાત-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:29 am, Tue, 30 May 23

Next Article