
હવે IPL 2023 ચેમ્પિયન બનવાનો સમય આવી ચૂક્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ કે ગુજરાત ટાઈટન્સ કોના હાથમાં હશે ટાઈટલ ટ્રોફી એ રવિવારની રાત્રે જોવા મળશે. આ પળને માટે છેલ્લા બે મહિનાથી જબરદસ્ત રોમાંચ છવાયેલો હતો. દેશ અને દુનિયાએ તેનો પૂરો આનંદ માણ્યો અને હવે એવી બંને ટીમ ફાઈનલમાં ટકરાઈ રહી છે, જે આ પળને માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અહીં સુધી સુધી સફર કરી છે. આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023 Final ની ટક્કર થનારી છે.
અમદાવાદ થી અભિયાનની શરુઆત કરનારી આ બંને ટીમોની સફરનો અંત પણ અમદાવાદમાં જ થઈ રહ્યો છે. ચેન્નાઈ અને ગુજરાત બંને ટીમો મહાસંગ્રામ આજે ખેલવા જઈ રહી છે. આ પહેલા બંને ટીમોની અહીં સુધીની સફર પર એક નજર કરીશુ. બંનેએ અમદાવાદમાં ઓપનિંગ મેચ એકબીજા સામે રમી હતી અને અંતિમ એટલે કે ફાઈનલ મેચમાં ટકરાઈ રહ્યા છે.
Two Captains. Two Leaders. One bond
It’s a bromance that has developed over time
But come Sunday these two will be ready for ⏳#TATAIPL | #CSKvGT | #Final | @msdhoni | @hardikpandya7 pic.twitter.com/Bq3sNZDgxB
— IndianPremierLeague (@IPL) May 27, 2023
ગુજરાત ટાઈટન્સ સિઝનમાં લીગ તબક્કા દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ હતી. ગુજરાતે 14 લીગ મેચમાંથી 10 મેચમાં જીત મેળવી હતી. આમ માત્ર 4 જ મેચમાં ગુજરાતે હાર મેળવી હતી અને 20 પોઈન્ટ્સ મેળવ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સે 8 મેચમાં જીત મેળવીને 16 પોઈન્ટ્સ મેળવ્યા હતા. ચેન્નાઈએ 5 મેચમાં હાર મેળવી હતી જ્યારે એક મેચ લખનૌ સામેની વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જે મેચમાં ચેન્નાઈ અને લખનૌને એક એક પોઈન્ટ્સ વહેંચવામાં આવ્યા હતા.
Published On - 9:16 am, Sun, 28 May 23