શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘૂસી પ્રદર્શનકારીઓની ભીડ, જુઓ વીડિયો

|

Jul 09, 2022 | 6:53 PM

શ્રીલંકામાં (Sri Lanka) સરકાર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓ સ્ટેડિયમમાં ઘૂસી ગયા છે. ફેન્સ પ્લેયર્સની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘૂસી પ્રદર્શનકારીઓની ભીડ, જુઓ વીડિયો
srilanka-vs-australia
Image Credit source: AP/PTI

Follow us on

ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શ્રીલંકામાં (Sri Lanka) સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘરને પણ ઘેરી લીધું છે. જે બાદ તેણે પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું. પ્રદર્શનકારીઓની ભીડ હવે ગોલ સ્ટેડિયમમાં પણ ઘુસી ગઈ છે, જ્યાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા (Sri Lanka vs Australia) વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજા દિવસની રમત શરૂ થયાના થોડા સમય બાદ જ પ્રદર્શનકારીઓ સ્ટેડિયમમાં ઘૂસ્યાના સમાચાર આવ્યા હતા. જેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે આ બધા કારણોથી પ્લેયર્સ સાથે કંઈ ખોટું ન થાય. મેચની વાત કરીએ તો બીજી ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 285 રન બનાવ્યા હતા. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિગ્સ 364 રનમાં સમેટાઈ ગઈ હતી.

ચિંતામાં ખેલાડીઓ અને મેનેજમેન્ટ

શ્રીલંકાના કોલંબિયા સહિત 7 ડિવિઝનમાં લાદવામાં આવેલો કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા. મેચ હજુ ચાલી રહી છે, પરંતુ ખેલાડીઓ અને મેનેજમેન્ટ સ્ટેડિયમની બહારની સ્થિતિ જોઈને ચિંતામાં જરૂર છે. ફેન્સ પણ ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતા કરી રહ્યા છે. આ મેચ રદ્દ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો

વડાપ્રધાને બોલાવી ઈમરજન્સી બેઠક

ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે આ બધા કારણોથી પ્લેયર્સ સાથે કંઈ ખોટું ન થાય. શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા માટે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે. મેચની વાત કરીએ તો બીજી ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 285 રન બનાવ્યા હતા. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિગ્સ 364 રનમાં સમેટાઈ ગઈ હતી.

સ્મિથની 17 મહિનાની રાહનો આવ્યો અંત

માર્નસ લાબુશેને 104 રન બનાવ્યા, જ્યારે સ્ટીવ સ્મિથે અણનમ 145 રન બનાવ્યા હતા. સ્મિથે 28મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ સાથે જ તેની 17 મહિનાની રાહનો પણ અંત આવ્યો છે. લગભગ 17 મહિના બાદ તેના બેટે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. સ્મિથે ઓસ્ટ્રેલિયામાં 14, ઈંગ્લેન્ડમાં 6, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં 1-1 સદી ફટકારી છે. આ સાથે જ તેની ભારતમાં 3 સદી અને શ્રીલંકામાં 2 સદી છે.

Next Article