ક્રિકેટ (Cricket) ની રમતમાં છેલ્લા કેટલાક સમયથી બેટ્સમેનોનું પ્રભુત્વ ખૂબ જ વધુ જોવા મળ્યું છે. જેનું એક કારણ IPL જેવી T20 લીગ છે, જેમાં બેટ્સમેન બોલરના સારા બોલને પણ બાઉન્ડ્રી બહાર ફટકારવા તૈયાર હોય છે. જેની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોવા મળી રહી છે અને ટેસ્ટ ક્રિકેટ પણ આમાંથી બાકાત રહ્યું નથી. એના કારણે બેસ્ટમેનોના સિક્સર, ફોર, અને સ્ટ્રાઈકરેટના રેકોર્ડ્સ અવાર નવાર ટીવી અને સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
લોકોને બેસ્ટમેનોએ કેટલા રન બનાવ્યા, કેટલી સિક્સર અને ફોર ફટકારી એ જાણવામાં વધુ રસ હોય છે. એવામાં આ આંકડાઓ મેચ બાદ આસાનીથી ટીવી અને અનેક વેબસાઈટ પર જોવા મળી જાય છે. પરંતુ એક ખેલાડીએ મેચમાં ચોગ્ગા અને છગ્ગા સિવાય કેટલા રન દોડીને બનાવ્યા એ આંકડા જાણવા તમારે બેસ્ટમેનોના વેગન વિલ પર નજર કરવી પડશે.
એક ખેલાડીએ તેના ક્રિકેટ કારકિર્દીમાં કેટલા રન બનાવ્યા, કેટલી સદી અને અર્ધ સદી ફટકારી, કેટલા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને કેટલા રન દોડીને લીધા એ પણ આંકડા મળી જશે. પરંતુ શું તમને ખબર છે આ ખેલાડીએ દોડીને આટલા રન બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી. આ સવાલ કયારેય તમારા વિચારમાં નહીં આવ્યો હોય, પરંતુ હવે જ્યારે આ નવો સવાલ અમે તમારી સામે રાખ્યો છે, તો તેનો જવાબ પણ અમે તમને આપીશું, અને એ પણ સાચા આંકડાઓ સાથે.
આ ખાસ ક્રિકેટ રેકોર્ડની સિરીઝમાં એક બેટ્સમેને સિંગલ, ડબલ અને ટ્રિપલ રન દોડીને કેટલા રન બનાવ્યા અને કેટલા કિલોમીટર એ ખેલાડી દોડ્યો એ માટે અને તમને એક ક્રિકેટરના આંકડાઓ દર્શાવીશું, જેથી તમે સારી અને સરળ રીતે આ ખાસ interesting factને સમજી શકો. આ રેકોર્ડની સ્પેશિયલ સીરિઝને અમે નામ આપ્યું છે ક્રિકેટનો “મિલ્ખા સિંહ”.
આ પણ વાંચો : 43 વર્ષીય રોહન બોપન્નાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ
આ સીરિઝમાં સૌપ્રથમ અમે તમને ટીમ ઈન્ડિયાના સુપર સ્ટાર અને વર્તમાન ક્રિકેટના કિંગ “વિરાટ કોહલી”ના આંકડા વિશે જણાવીશું. ODI વર્લ્ડ કપ 2023 શરૂ થતા પહેલા વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટ (Test, ODI, T20I) માં કુલ 507 મેચો રમી છે અને 25767 રન બનાવ્યા છે. જેમાં વિરાટે 4 અને 6 ફટકારી 11890 રન બનાવ્યા છે, જ્યારે બાકીના 13877 રન સિંગલ, ડબલ, ટ્રિપલ દોડી બનાવ્યા છે.
કોહલીએ 13877 રન 22 યાર્ડની પીચ પર દોડીને બનાવ્યા હતા અને આટલા રન બનાવવા વિરાટ 279 કિલોમીટર દોડ્યો હતો. આ આંકડા અને ફેક્ટ્સ તમને બીજે ક્યાંક જોવા નહીં મળે. આજે આ સીરિઝના પહેલા આર્ટીકલમાં અમે કોહલીના આ આંકડા વિશે તમને જણાવ્યું, આગામી આર્ટીકલમાં અન્ય ખેલાડી વિશે તમને જણાવીશું.