Cricket Records: 1 બોલ પર બન્યા 286 રન ! જાણો આ ઐતિહાસિક મેચ અને રનના રેકોર્ડ વિશે

|

Jun 22, 2022 | 11:51 AM

Cricket : 128 વર્ષ પહેલા એટલે કે 1894માં એક ક્રિકેટ મેચ રમાઈ હતી. જેમાં બેટ્સમેનોએ એક-બે નહીં પણ 286 રન બનાવ્યા હતા. આખરે શું થયું અને કેવી રીતે બન્યા આટલા રન, જાણો અહીં સમગ્ર માહિતી.

Cricket Records: 1 બોલ પર બન્યા 286 રન ! જાણો આ ઐતિહાસિક મેચ અને રનના રેકોર્ડ વિશે
Victoria vs Australia

Follow us on

ક્રિકેટ અનિશ્ચિતતા (Unexpected Cricket) ની રમત કહેવાય છે. કઇ ટીમ ક્યારે જીતતી – જીતતી હારે અને હારતા-હારતા જીતી જાય એ અહીં કશું કહી શકાતું નથી. જો વિરોધી ટીમને એક બોલમાં 10 રનની જરૂર હોય તો પણ એવી આશા રાખે કે કદાચ એક જ બોલ પર નો બોલ અને સિક્સર પડે તો એક બોલ પર માત્ર ત્રણ રન બનાવવા પડશે. એટલે કે જ્યાં સુધી મેચનો છેલ્લો બોલ ફેંકવામાં ન આવે ત્યાં સુધી રમતમાં અનિશ્ચિતતા રહે છે. આવું જ કંઈક 1894 માં રમાયેલી મેચમાં જોવા મળ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે ક્રિકેટના ઈતિહાસ (Cricket History) માં નોંધાયેલી આ મેચમાં એક બોલ પર 286 રન બન્યા હતા.

15 જાન્યુઆરી 1894 ની આ તારીખ

વાત એ છે કે 15 જાન્યુઆરી 1894ના રોજ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બોનબરીના મેદાન પર વિક્ટોરિયા અને ‘સ્ક્રેચ XI’ વચ્ચે મેચ ચાલી રહી હતી. મેચના પહેલા જ બોલ પર બેટ્સમેને લાંબો શોટ માર્યો અને બોલ ઝાડ પર ફસાઈ ગયો. તેને ‘જરાહ વૃક્ષ’ કહેવામાં આવે છે. બંને બેટ્સમેન ક્રિઝ પર દોડતા રહ્યા. જ્યારે બોલ મળી આવ્યો અને ઝાડ પરથી પડયો ત્યાં સુધીમાં તેઓ એક પછી એક 286 રન ભાગીને બનાવી ચૂક્યા હતા.

6 કિલોમીટર સુધી દોડ્યા ખેલાડીઓ

રન માટે દોડતી વખતે બંને ખેલાડીઓએ આ સમય દરમિયાન ક્રિઝની વચ્ચે લગભગ 6 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ વૃક્ષ મેદાન પર આવ્યું હતું અને ફિલ્ડિંગ ટીમે પણ અમ્પાયરને અપીલ કરી હતી કે તે બોલને ખોવાયેલો જાહેર કરે જેથી બેટ્સમેન રન લેતા અટકાવી શકાય. પરંતુ અમ્પાયરોએ અપીલ ફગાવી દીધી કે બોલ ઝાડ પર અટવાઈ ગયો હતો અને તે દેખાઈ રહ્યો હતો. તેથી તેને ખોવાયેલ જાહેર કરી શકાય નહીં.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

બેટ્સમેનો 286 રન દોડીને બનાવી ચુક્યા હતા

આ મેચ વિશે એવું પણ કહેવાય છે કે ફિલ્ડિંગ ટીમ ઝાડ કાપવા માટે કુહાડી પણ લાવવા માંગતી હતી. પરંતુ કુહાડી મળી ન હતી. પછી કોઈ ઘરમાંથી રાઈફલ લાવ્યું અને બોલને નિશાન બનાવીને બોલને ઝાડ પરથી નીચે પાડી દેવામાં આવ્યો. જ્યારે બોલ પડ્યો ત્યારે ફિલ્ડિંગ કરી રહેલા ખેલાડીઓ એટલા હતાશ થઇ ગયા હતા કે કોઈએ બોલને પકડવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. ત્યાં સુધીમાં વિક્ટોરિયાના બેટ્સમેનો ક્રિઝ પર 286 રન બનાવી ચૂક્યા હતા અને આ ટીમે આટલા જ રનના સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. 1 બોલમાં 286 રનનો સ્કોર પોતાનામાં એક રેકોર્ડ છે. આ સમાચારનો એકમાત્ર સ્ત્રોત તે સમયના અંગ્રેજી અખબાર પોલ મોલ ગેઝેટ (Pall Mall Gazettle) ને માનવામાં આવે છે. આ અનોખા સમાચાર તેના સ્પોર્ટ્સ પેજ પર છપાયા હોવાનું કહેવાય છે.

Next Article