World Cup 2023: એ 3 પ્રશ્નો, જે PCB એ ભારતમાં રમવાને લઇને પાકિસ્તાન સરકારને પૂછ્યા

|

Jul 02, 2023 | 3:41 PM

World Cup 2023: પાકિસ્તાનની ટીમ વિશ્વ કપ માટે ભારત આવશે કે નહીં, આને લઇને હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં પાકિસ્તાન બોર્ડે સરકારને જરૂરી પ્રશ્નો પૂછયા છે.

World Cup 2023: એ 3 પ્રશ્નો, જે PCB એ ભારતમાં રમવાને લઇને પાકિસ્તાન સરકારને પૂછ્યા
Pakistan Cricket Board letter to Government over World Cup 2023

Follow us on

ભારત Cricket World Cup 2023 ની મેજબાની માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઓક્ટોબર-નવેમ્બરમાં 10 વેન્યૂ પર ક્રિકેટ વર્લ્ડ કપના મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાશે, પણ હજુ સુધી પાકિસ્તાનના ભારતના પ્રવાસ પર આવવાની વાત સ્પષ્ટ થઇ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસ માટે પોતાની સરકાર પાસે મંજૂરી માટે પીએમ શહબાજ શરીફ, ગૉહ અને વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. પાકિસ્તાન સરકાર પાસે બોર્ડે ભારત પ્રવાસને લઇને ત્રણ પ્રશ્ન પૂછયા છે, જેના જવાબ મળવા પર જ પાકિસ્તાનના ભારત આવવા પર ચિત્ર સ્પષ્ટ થઇ શકશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરકારને પૂછયા ત્રણ પ્રશ્ન

  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરકારને પૂછયું કે તેમને ક્રિકેટ વિશ્વ કપ માટે ભારત જવાની પરવાનગી છે?
  • જો સરકારની પરવાનગી હોય તો પાકિસ્તાનની મેચ જે વેન્યૂ પર રમાશે, તેને લઇને સરકારને કોઇ તકલીફ છે?
  • બોર્ડે જે ત્રીજો પ્રશ્ન પૂછયો, તે એ છે કે શું સરકાર સુરક્ષા વ્યવસ્થાના નિરિક્ષણ માટે કોઇ ટીમ ભારત મોકલશે?

આ પણ વાંચો : BCCI-Dream 11 Sponsorship: ટીમ ઇન્ડિયાની જર્સી પર ચમકશે નવું નામ, 65 હજાર કરોડની કંપની સાથે થઇ ડીલ

કાર્યક્રમની જાહેરાત સાથે લખ્યો પત્ર

GEO ન્યૂઝ પ્રમાણે PCB ના પ્રવક્તાએ કહ્યું કે બોર્ડે સલાહ માટે સત્તાવાર રીતે સરકારનો સંપર્ક કર્યો હતો. વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત સાથે બોર્ડે સરકારને પત્ર લખ્યો હતો. બોર્ડે 27 જૂને લખાયેલ પત્રમાં વેન્યૂ ને લઇને પણ સરકારની સલાહ માગી છે.

ભારતમાં 5 વેન્યૂ પર રમશે પાકિસ્તાનની ટીમ

  • 12 ઓક્ટોબર- પાકિસ્તાન વિ. ક્વાલિફાયર, હૈદરાબાદ
  • 15 ઓક્ટોબર- ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ
  • 20 ઓક્ટોબર- પાકિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, બેંગલુરૂ
  • 23 ઓક્ટોબર- પાકિસ્તાન વિ. અફઘાનિસ્તાન, ચૈન્નઇ
  • 27 ઓક્ટોબર- પાકિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા, ચૈન્નઇ
  • 31 ઓક્ટોબર- પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ, કોલકત્તા
  • 5 નવેમ્બર- પાકિસ્તાન વિ. ન્યૂઝીલેન્ડ, બેંગ્લુરૂ
  • 12 નવેમ્બર- પાકિસ્તાન વિ. ઇંગ્લેન્ડ, કોલકત્તા

પાકિસ્તાનની ટીમ જો સેમિફાઇનલમાં પહોંચશે તો તે કોલકત્તામાં મેચ રમાશે. જ્યારે ફાઇનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article