Cricket: કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરી શર્મા એ દર્દ ભરી પોતાની કહાની લખી શેર કરી, એક વિડીયો પણ શેર કર્યો, જુઓ

|

Sep 21, 2021 | 10:48 PM

મુંબઇ ઇન્ડીયન્સનો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) હાલમાં UAE માં છે. તેની પત્નિ પંખૂરી (Pankhuri Sharma) એ પોતાની વાસ્તવિક અનુભવની કહાનીને સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને ખૂબ લોકો પસંદ કરી રહ્યા છે.

Cricket: કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરી શર્મા એ દર્દ ભરી પોતાની કહાની લખી શેર કરી, એક વિડીયો પણ શેર કર્યો, જુઓ
Krunal Pandya-Pankhuri Sharma

Follow us on

ભારતીય ટીમ (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) હાલમાં IPL 2021 માં હિસ્સો છે. તે UAE માં તેની IPL ટીમ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સાથે છે. આ દરમ્યાન તેની પત્નિ પંખૂરી શર્મા (Pankhuri Sharma) એ સોશિયલ મીડિયા પર પોતાની દર્દ ભરી કહાની શેર કરી છે. પંખૂરીએ પોતાના દર્દની કહાની યાદ કરતા એક વિડીયો પણ શેર કર્યો છે. કૃણાલ પંડ્યાએ પંખૂરી સાથે વર્ષ 2017માં લવ મેરેજ કર્યા હતા.

ઇવેન્ટ અને સેલેબ્રિટી મેનેજમેન્ટ વર્કર પંખૂરી સાથે આ ગુજરાતી ક્રિકેટરે લગ્ન કર્યા હતા. કૃણાલ પંડ્યા પણ એકદમ રોમાંટીક છે, જેમ તેનો નાનો ભાઇ હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે. કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરીએ ઓછી વયે જ પોતાના કરોડરજ્જૂની સર્જરી કરાવી હતી. જે સમયને તેણે ફરી થી યાદ કર્યો હતો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કહાનીને લાંબી લખીને પોષ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, તે વ્યક્તિને માટે ખૂબ જ મુશ્કેલ સમય હોય છે, જે પુરો દિવસ ડાન્સ કરતા હોય છે અને તે આવી હાલતમાં આવી જાય છે. આ એક ભાવાનાત્મક, શારિરીક અને માનસિક રુપ થી ખૂબ જ થકવી દેનારુ હતુ., મને પાછળના 12 વર્ષ થી બેક/ડિસ્કની સમસ્યા હતા. જોકે જીવનમાં ક્યારેય નહોતુ વિચાર્યુ કે આવા પણ દિવસો આવશે. ઘણાં વર્ષોની બેદરકારી, ખોટી પોઝિશન અને લાંબા સમય સુધી કલાકો કામ કરવાને લઇને મને ખ્યાલ નહોતો કે, હું મારી પીઠ સાથે અત્યાચાર કરી રહી હતી.

ધાર્મિક અને સખતાથી મેનેજ કર્યુ

કૃણાલ ની પત્નિ પંખૂરીએ પોષ્ટ કરતા લખ્યુ કે, દુર્ભાગ્યથી પાછળના વર્ષે મે તેની સારવાર કરાવી હતી. તે મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. તેના કારણે મારી પીઠ કમજોર થઇ ગઇ હતી અને માંસપેશિયોને એટલી ખોઇ દીધી કે હું ઉભી પણ થઇ શકતી નહોતી. તે સમયે ડોક્ટરો એમ કહેતા હતા કે, લોકો આ પીડા સામે જીત્યા છે અને તેને મેનેજ કરે છે. હું આપને બતાવી દઉ કે, મે ધાર્મિક અને સખતાઇથી તેને મેનેજ કરવા કોશિષ કરી હતી. મે મારુ માથુ નિચે કરી લીધુ હતુ અને જે મારા નિયંત્રણમાં હતુ તેનુ પાલન કર્યુ હતુ.

કૃણાલ પ્રેરણા આપતો અને કહેતો હતો કે, હું કરી શકુ છુ

તેણે આગળ લખ્યુ છે, મારુ દર્દ અસહનીય હતુ. તે હંમેશા રહેતુ હતુ. 363 દિવસ અને 24 કલાક. પાછળના 2 વર્ષ થી હું ફક્ત જીમ, સોય અને ડોક્ટરને જોઇ રહી હતી. આ ઉંમરમાં કરોડરજ્જૂની સર્જરી કરવાનો નિર્ણય કરવો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ કઠીન હતો. ખાસ કરીને કૃણાલ પંડ્યા માટે, તેણે મને રોજ પસંદ કરી અને પ્રેરિત કરી. ક્યારેક ક્યારેક તેમની વાતો અને પ્રેરણા મને પરેશાન કરતી હતી. જોકે તે હંમેશા મારી સાથે ઉભા રહ્યા હતા અને મને કહેતા હતા કે હું તે કરી શકુ છુ.

હસતા ચહેરા પાછળ પણ કોઇ કહાની છુપાયેલી હોય છે

હું આપને મારા જીવનની એક નાનકડી કહાની શેર કરુ છુ. સાથે જ આપ સૌને બતાવી રહી છુ કે, ફીટ અને હેલ્થી રહેવુ કેટલુ મહત્વપૂર્ણ છે. તમે તમારા સૌથી ખરાબ સપનાથી દરરોજ પોતાને પસંદ કરી શકો છે. સાથે જ તે લોકો માટે દયાળુ હોવુ કેટલુ જરુરી છે, જેને આપ જાણો છો અને તે લોકો માટે પણ કે જેને તમે નથી જાણતા. કારણ કે મુસ્કુરાતા ચહેરાઓ પાછળ ક્યાંકને ક્યાંક એક કહાની હોય છે. કોઇ તમારી કલ્પનાથી પણ વધારે તમારી સાથે પસાર થતુ રહેતુ હોય છે.

 

આ પણ વાંચોઃ Cricket: લો બોલો ! ક્રિકેટના મેદાનમાં અચાનક હેલિકોપ્ટરે લેન્ડ કરતા ક્રિકેટ મેચને રોકી દેવી પડી, જુઓ વિડીયો

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે

Published On - 10:47 pm, Tue, 21 September 21

Next Article