ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઘરેલુ ક્રિકેટના સ્ટ્રકચરને બદલવાની તૈયારીઓમાં છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજીત એક બેઠક દરમ્યાન આ અંગે ચર્ચાઓ કરાઇ હતી. જે મુજબ હવે ભારતીય ઘરેલુ ક્રિકેટ સર્કિટ માટે અંડર 23 ચેમ્પિયનશીપના સ્થાને અંડર 25 ટૂર્નામેન્ટનુ આયોજન કરવાના વિચારની જરુરીયાત દર્શાવી છે.
તેની પાછળ દલીલ એ માનવામાં આવી રહી છે કે, તેમના મોટાભાગના ખેલાડીઓને પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં રમવાની તક મળી શકશે. જે ખેલાડી રાજ્યની રણજી ટીમ (Ranji Trophy) માં સ્થાન નથી બનાવી શકતો, તેને માટે આ ટૂર્નામેન્ટમાં રમવાનો મોકો મળી રહેશે.
અંડર 25 ટૂર્નામેન્ટ શરુ થવાને લઇને નવા નવા ખેલાડીઓને વધારે તકો મળશે. મીટીંગમાં કહેવામાં આવ્યુ હતુ કે, આ એક શાનદાર પહેલ હશે. જોકે, આશા છે કે BCCI આ મામલામાં કોઇ અંતિમ નિર્ણય કરવાથી પહેલા રાજ્ય સંઘો સાથે વાતચીત કરી શકે છે.
અંડર 16 ટૂર્નામેન્ટના આયોજનને લઇને પણ ક્યાસ નિકાળવવામાં આવી રહ્યો હતો. પરંતુ હાલની કોરોનાની સ્થિતીને લઇને, તે મુશ્કેલ લાગી રહ્યુ છે. કારણ કે હાલમાં 18 વર્ષથી નિચેની ઉંમરને કોરોના વેક્સીન ઉપલબ્ધ નથી. આ કારણથી ખૂબ ઓછી સંભાવનાઓ લાગી રહી છે. આ ટૂર્નામેન્ટને આયોજીત કરવા માટે ખેલાડીઓના સ્વાસ્થ્યને લઇને ખતરો થઇ શકે છે.
બીસીસીઆઇ એ UAE માં 19 સપ્ટેમ્બર થી IPL 2021 ના બીજા તબક્કાની શરુઆત કરવાનુ એલાન અગાઉ થઇ ચુક્યુ છે. જોકે તેમાં કેટલાક વિદેશી ખેલાડીઓ સામેલ નહી થવાની સંભાવનાઓ વર્તાઇ રહી છે. કારણ કે તેઓ પોતાના દશની ટીમ માટે તે દરમ્યાન રમનારા છે. તેમની સિરીઝના આયોજન પહેલાથી નિયત છે. જોકે બીસીસીઆઇ આ મુદ્દે વિદેશી ક્રિકેટ બોર્ડ સાથે પણ વાતચીત કરી રહ્યું છે.
આગામી ઓક્ટોબર મહિનામાં T20 વિશ્વકપ UAE માં આયોજીત થઇ રહ્યો છે. બીસીસીઆઇ આશા કરી રહ્યુ છે કે, તે ખૂબ જલ્દીથી ફ્રેન્ચાઇઝીઓને અપડેટ જાણકારી આપી દેશે. મીડિયા રીપોર્ટનુસાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની શોધ માટે ફ્રેન્ચાઇઝીઓને ઔપચારીક રીતે ગ્રીન સિગ્નલ આપવાના પહેલા બોર્ડ હજુ કેટલાક દિવસ માટે રાહ જોઇ શકે છે.
આ પણ વાંચોઃ લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે કરશે મુલાકાત