Cricket: બોલ રમીને બેટ્સમેને કરી ડાન્સની એક્શન, આ જોઈ બોલરના મગજનો પિત્તો હટ્યો તો થઈ ગઈ ગરમા ગરમી

ક્રિકેટ (Cricket)ની દુનિયામાં આમ તો એક ચકમક ઝરવીએ સામાન્ય બાબત હોય છે, પરંતુ કેટલીક ગરમા ગરમી થોડીક હટકે હોય છે. આવી જ એક ઘટના હાલમાં ઘટતા વીડિયો સામે આવ્યો છે.

Cricket: બોલ રમીને બેટ્સમેને કરી ડાન્સની એક્શન, આ જોઈ બોલરના મગજનો પિત્તો હટ્યો તો થઈ ગઈ ગરમા ગરમી
Blessing Muzarabani and Taskin Ahmed
| Edited By: | Updated on: Jul 09, 2021 | 7:40 PM

આમ તો ક્રિકેટમાં બેટ્સમેન અને બોલરો વચ્ચે ચકમક ઝરતી રહેતી હોય છે પણ તે ચકમકનું પણ એક નિયંત્રણ હોય છે. હાલમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસ (Zimbabwe Tour) પર છે. આ દરમ્યાન બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે (Bangladesh vs Zimbabwe) બંને ટીમો વચ્ચે હરારેમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જે બંને ટીમો વચ્ચેની એક માત્ર ટેસ્ટ મેચ પ્રવાસ દરમ્યાન છે. મેચના બીજા દિવસે બાંગ્લાદેશના બેટ્સમેન અને ઝિમ્બાબ્વેના બોલર વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.

 

ઘટના હરારે ટેસ્ટ મેચના બીજા દિવસની છે. બાંગ્લાદેશની ટીમની બેટીંગ ઈનીંગ ચાલી રહી હતી. જે દરમ્યાન બેટ્સમેન તસ્કીન અહમદ (Taskin Ahmed) બેટીંગ કરી રહ્યો હતો. જ્યારે ઝિમ્બાબ્વેનો બોલર બ્લેસિંગ મુજરાબાની (Blessing Muzarabani) બોલીંગ કરી રહ્યો હતો. બંને ખેલાડીઓ એક બીજા સામે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. જેમાં બંને વચ્ચે ગરમા ગરમી ભર્યા માહોલ સુધી વાત પહોંચી ગઈ હતી.

 

બેટ્સમને તસ્કીન અહમદે મુજરાબાનીના બોલ પર બેકફુટ જઈ ડિફેન્ડ કર્યો હતો. ડિફેન્ડ કર્યા બાદ તસ્કીન પીચ પર જ ડાન્સ મૂવ્સ દેખાડવા લાગ્યો હતો. જે મુજરાબાનીને ગમ્યુ નહોતુ અને તે સીધો જ તસ્કીન પાસે પહોંચ્યો હતો. જ્યાં તસ્કીને તેની આંખોમાં આંખ નાંખીને કંઈક બોલવા માંડ્યુ હતુ. જે દરમ્યાન બોલરનો ચહેરો છેક તસ્કીનના હેલ્મેટના ગ્રીલને અડોઅડ હતો.

 

 

આમ તો ક્રિકેટમાં એક બોલરો અને બેટ્સમેનોના મૂડ અચાનક જ બદલાઈ જતા હોય છે અને જેને લઈને અનેકવાર એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં મામલા ગરમ બની ચુક્યા હોય. કેટલીક વાર બોલરને પરેશાન કરવા માટે પણ બેટ્સમેન તેને ઉકસાવતા હોય છે તો ક્યારેક બેટ્સમેનનું ધ્યાન ભટકાવવા બોલર્સ પણ હરકતો કરતા રહેતા હોય છે.

 

ઝિમ્બાબ્વે સંઘર્ષની સ્થિતીમાં

હરારે ટેસ્ટમાં બાંગ્લાંદેશની ટીમે પ્રથમ બેટીંગ ઈનીંગ કરીને મજબૂત સ્થિતી ઝિમ્બાબ્વે સામે કરી છે. બાંગ્લાદેશે પ્રથમ ઈનીંગમાં 468 રનનો સ્કોર બનાવ્યો હતો. જ્યારે ઝિમ્બાબ્વેએ પણ વળતો જવાબ મજબૂત રીતે આપી શરુઆત કરી હતી. જોકે ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં 5 વિકેટે 244 રન કર્યા હતા.

 

આ પણ વાંચોઃ IND vs SL: યુઝવેન્દ્ર ચહલે કહ્યુ વધુ આત્મવિશ્વાસ ભરેલો ‘યુઝી’ શ્રીલંકામાં જોવા મળશે

Published On - 7:35 pm, Fri, 9 July 21