Cricket: બેટ્સમેન સદી તો ચૂક્યો સાથે એવા સ્કોરે આઉટ થયો કે વિચિત્ર વિકેટ ગુમાવવાનો અફસોસ રહી જાય

|

Jun 25, 2021 | 8:15 PM

ક્યારેક એવી વિચિત્ર ઘટનાઓ પણ ક્રિકેટ (Cricket)માં સામે આવતી હોય છે કે તે રેકોર્ડની માફક છપાઈ જતી હોય. ક્રિકેટરો જ નહીં ફેન્સ પણ એવી ઘટનાઓને ભૂલતા નથી હોતા. આવી જ ઘટના 99 રને આઉટ થવા સાથે આ ક્રિકેટરે ભોગવી છે.

Cricket: બેટ્સમેન સદી તો ચૂક્યો સાથે એવા સ્કોરે આઉટ થયો કે વિચિત્ર વિકેટ ગુમાવવાનો અફસોસ રહી જાય
Rameez Raja

Follow us on

ક્રિકેટમાં કોઈ પણ ખેલાડીને માટે 99 રન પર આઉટ થવુ એ ખરાબ સપનાથી સહેજે ઓછુ નથી હોતુ. બેટ્સમેન સામાન્ય રીતે કે હોય કે પછી બદનસીબે આઉટ થયો હોય પરંતુ તેને સદી ચૂક્યાનો વસવસો કાયમ માટે રહેતો હોય છે. 1 રન માટે સદી ચૂકવાને લઈને વસવસો તેના મનમાં ઘૂમરાયા રહેતો હોય છે. પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજા (Rameez Raja)ને વસવસો અન્ય ખેલાડીઓ કરતા વધારે હશે. સ્વાભિક છે કે તેમનુ આઉટ થવુ એ ક્રિકેટના ઈતિહાસમાં અલગ રીતે નોંધાયુ છે.

 

બેટ્સમેન આમ તો સદી પર પહોંચવા આવે ત્યારે તે અચુક સાવચેતી જાળવીને સદી કરી લેવાનો મનમાં ઈરાદો રાખતો હોય છે. જોકે તે દરમ્યાન તેણે રમતની ભાવના અને ટીમ વર્કને પણ એટલુ જ ધ્યાને રાખવુ જરુરી હોય છે. રમિઝ રાજાને એટલા માટે ખાસ તો સદી ચુકવાના મામલામાં યાદ કરવામાં આવે છે કે તેમનુ આઉટ થવુ વિચિત્ર હતુ. તેમની માફક વિકેટ ગુમાવવાની ઘટના એક માત્ર તેના નામે નોંધાયેલી છે. તેણે ફિલ્ડરને અડચણ ઉભી કરવાની સજા રુપે આઉટ અપાયો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

વર્ષ 1987માં ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી હતી. જ્યાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (England vs Pakistan) ટીમો વચ્ચે વન ડે શ્રેણીની બીજી મેચ કરાંચીમાં રમાઈ રહી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ બેટીંગ ઈનીંગ રમતા 263 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના અબ્દુલ કાદિરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

 

પાકિસ્તાન તરફથી ઓપનીંગ કરવા માટે મેદાને રમીઝ રાજા અને શોએબ મહંમદ ઉતર્યા હતા. પડકારનો પીછો કરતા બંને ઓપનરોએ રમતને આગળ વધારતી 77 રનની ભાગીદારી રમત રમી હતી. ત્યારબાદ એક છેડાથી વિકેટ ગુમાવવાની શરુઆત પાકિસ્તાન તરફથી થઈ હતી. જ્યારે બીજા છેડા પર રમીઝ રાજાએ સંભાળી રાખ્યો હતો. પરંતુ રાજા જીત પણ ના અપાવી શક્યો કે ના સદી પુરુ કરી શક્યો.

 

રમીઝે આમ ગુમાવી વિકેટ

મેચના અંતિમ બોલ પહેલા પાકિસ્તાનની હાર નિશ્વિત થઈ ચુકી હતી. જોકે અંતિમ બોલના સમયે રમીઝ રાજા 98 રન પર ક્રિઝ પર હતો. તેણે અંતિમ બોલ પર પાકિસ્તાનની હાર છતાં વ્યક્તિગત સદીની સિદ્ધી મેળવી લેવા પ્રયાસ કર્યો. તેણે અંતિમ બોલે 2 રન દોડવા પ્રયાસ કર્યો, જેથી સદી થઇ શકે.

 

પરંતુ ફિલ્ડરના હાથમાં આવેલો બોલ સ્ટંપ તરફ થ્રો થતાં તે વચ્ચે આવી ગયો હતો. જેને લઈને બોલની આડે આવતા જ અંપાયર દ્વારા તેને ફિલ્ડીંગના અવરોધ બદલ આઉટ જાહેર કર્યો હતો. રાજાએ સદી ચુકવા ઉપરાંત વિચિત્ર આઉટના શિકાર થવુ પડ્યુ હતુ.

 

Next Article