Cricket: અફઘાનિસ્તાન હવે તેના ક્રિકેટરો પર લગાવશે લગામ, T20 લીગોમાં રમતા ખેલાડીઓને અટકાવશે, રાશીદ ખાનને મોટી અસર!

|

Dec 15, 2021 | 8:52 AM

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ઇચ્છે છે કે ખેલાડીઓ વર્ષમાં માત્ર ત્રણ T20 લીગમાં ભાગ લે અને બાકીનું વર્ષ સ્થાનિક ક્રિકેટ રમે.

Cricket: અફઘાનિસ્તાન હવે તેના ક્રિકેટરો પર લગાવશે લગામ, T20 લીગોમાં રમતા ખેલાડીઓને અટકાવશે, રાશીદ ખાનને મોટી અસર!
Rashid Khan

Follow us on

અફઘાનિસ્તાનના ક્રિકેટરો તેમની રાષ્ટ્રીય ટીમ સિવાય, વિશ્વભરની વિવિધ T20 લીગમાં ભાગ લઈને પોતાનું નામ બનાવી રહ્યા છે. અફઘાનિસ્તાનનો સુપરસ્ટાર રાશિદ ખાન (Rashid Khan) તેનું સૌથી મોટું ઉદાહરણ છે. જો કે હવે રાશિદ T20 લીગ કરતાં વધુ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board) તેના ખેલાડીઓ પર લગામ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, ACB તેના ખેલાડીઓને માત્ર ત્રણ લીગમાં ભાગ લેવાની મંજૂરી આપશે જેથી તેઓ રાષ્ટ્રીય ટીમ માટે ઉપલબ્ધ હોય અને સ્થાનિક ક્રિકેટ રમી શકે.

એસીબીએ તાજેતરમાં 14 સભ્યોની એક ટેકનિકલ સમિતિની રચના કરી છે, જે વર્તમાન ક્રિકેટ માળખાને જોશે અને ટીમનું સ્તર કેવી રીતે વધારવું તે નક્કી કરશે. કમિટી, એકસાથે બેઠક કર્યા પછી, એસીબીના ટોચના મેનેજમેન્ટને રિપોર્ટ કરશે અને વધુ કંઈ કરવાની જરૂર છે કે કેમ. અફઘાનિસ્તાનના ક્રિકેટરો લગભગ દરેક મોટી T20 લીગમાં ભાગ લે છે, જેમાં ભાગ લેવા માટે તેઓ મોટાભાગે ઘરેલુ ટુર્નામેન્ટને મહત્વ આપતા નથી. એસીબી આમાં ફેરફાર લાવવા માંગે છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સ્ટાર ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા

ACBની વિશેષ સમિતિના સભ્ય રાઈસ અહેમદઝાદીએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ એક યોજના તૈયાર કરી રહી છે. કે કેવી રીતે અમારી રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને સ્થાનિક ટુર્નામેન્ટમાં રમવા માટે આમંત્રિત કરવામાં આવશે. કદાચ બોર્ડ ફ્રેન્ચાઇઝી લીગમાં ખેલાડીઓની ભાગીદારી અંગે મોટો નિર્ણય લેશે. ખેલાડીઓ માત્ર ત્રણ ટી20 લીગમાં ભાગ લઈ શકશે અને તે કઈ ત્રણ લીગ હશે તે તેઓ જાતે પસંદ કરી શકશે. તેમણે વધુમાં કહ્યું કે ટેસ્ટ રમતા તમામ દેશોમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મહત્વપૂર્ણ છે અને હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ તે જ માર્ગ પર ચાલવા માંગે છે.

 

વિદેશથી પિચ ક્યુરેટર્સ બોલાવવામાં આવશે

તેમણે આગળ કહ્યું, T20 ટીમોની પસંદગી સરળ છે કારણ કે અમારા ખેલાડીઓ ઘણી લીગમાં રમે છે. જો કે, જ્યારે તમારા ટોચના ખેલાડીઓ સ્થાનિક ક્રિકેટમાં નહીં રમે ત્યારે સારા ખેલાડીઓ તૈયાર નહીં થાય. મને ખાતરી છે કે આવતા વર્ષથી 90 ટકા ક્રિકેટરો ડોમેસ્ટિક ક્રિકેટનો હિસ્સો બનશે. આ ઉપરાંત સ્થાનિક ક્રિકેટના સ્તરને વધારવા માટે વિદેશથી પિચ ક્યુરેટર્સને બોલાવવામાં આવશે જેથી સ્થાનિક સ્ટાફ ઝડપી બોલરો માટે યોગ્ય પિચો તૈયાર કરી શકે. અફઘાનિસ્તાન આગામી FTP સુધી 37 ODI, 12 T20 અને ત્રણ ટેસ્ટ મેચ રમશે. આ સિવાય લાહ ICC અને એશિયા ક્રિકેટ કાઉન્સિલની ટૂર્નામેન્ટમાં પણ ભાગ લેશે.

 

આ પણ વાંચોઃ Cricket: રોહિત શર્માને પરેશાન કરનાર હેમસ્ટ્રિંગ ની સમસ્યા શુ છે ? ખેલાડીઓ સતાવતી આ ઇજા કેવી રીતે પહોંચે છે ? જાણો

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી ODI કેપ્ટનશિપ હટવા બાદ પ્રથમ વાર આવશે સામે, આ 4 સવાલોના આપશે જવાબ!

Published On - 8:49 am, Wed, 15 December 21

Next Article