જેમ જેમ IPL 2021 ની તારીખ નજીક આવી રહી છે. તેની સાથે જોડાયેલા ખેલાડીઓએ પણ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલી કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં તેમનો દેખાવ બેખૌફ દેખાઈ રહ્યો છે. કેટલાક બોલ થી તોફાન મચાવી રહ્યા છે અને કેટલાક બેટ વડે બેજોડ ઇનિંગ રમી રહ્યા છે. અહીં IPL 2021 ના બીજા ફેઝ પહેલા ફુલ ફોર્મમાં જોવા મળી રહેલા પંજાબ (Punjab Kings) ની ટીમના નિકોલસ પૂરણ (Nicholas Pooran ) વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
IPL 2021 માં, નિકોલસ પૂરણની ભૂમિકા મધ્યમ ક્રમના બેટ્સમેનની છે. પરંતુ તે CPL 2021 માં કેપ્ટન પણ છે. એક કેપ્ટન જે પોતાના બેટના જોરે પોતાની ટીમને જીતાડતો જોવા મળે છે. ઝડપી ઈનિંગ રમીને એક ધૂરંધરો રહ્યો છે જેણે તેની ટીમની હારને ટાળી. તે જમૈકા થલાવાઝ સામે ગુયાના વોરિયર્સના કેપ્ટનની વિસ્ફોટક ઇનિંગ હતી, જેનાથી તેની ટીમને જીત મળી હતી.
મેચમાં ગુયાના વોરિયર્સે પ્રથમ બેટિંગ કરી હતી. જેણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. ગુયાનાને આ સ્કોર સુધી લઈ જવા માટે તેના કેપ્ટન નિકોલસ પુરનની ભૂમિકા સૌથી મહત્વની હતી. જ્યારે પૂરણ બેટિંગ કરવા આવીને તે અણનમ પરત ફર્યો હતો. તેણે 64 મિનિટ સુધી બેટિંગ કરી અને તે સમયે એ કામ કર્યું જે તેની ટીમ માટે જરૂરી હતું. તેણે ઝડપથી રમીને સ્કોર બોર્ડને ઝડપી બનાવી દીધુ હતુ. પૂરણની સામે જમૈકાના બોલર બસ પોતાના દડાને બાઉન્ડ્રી પાર જતા જોઈ રહ્યા હતા.
નિકોલસ પુરણે 64 મિનિટમાં 39 બોલનો સામનો કર્યો અને અણનમ 75 રન બનાવ્યા. 192.30 ના તેના સ્ટ્રાઇક રેટ પર રમાયેલી આ ઇનિંગ્સમાં માત્ર ચાર જ ચોગ્ગા રહ્યા હતા, પરંતુ છગ્ગાની સંખ્યા 7 હતી. એટલે કે, તેની 75 રનની ઇનિંગમાં, પૂરણે 11 બોલમાં માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. જે આ બે ટીમો વચ્ચે મોટો તફાવત સાબિત થયો.
જ્યારે જમૈકા ટીમ 170 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરી ત્યારે આ પ્રયાસમાં તેમની ગાડી, જે એક વખત પાટા પરથી ઉતરી ગઈ હતી. તે ફરીથી ચઢી શકી નહીં. જમૈકા તરફથી 28 રન બનાવનાર ઓપનર મેકેન્ઝી ટીમના ટોપ સ્કોરર હતા. ટીમનો કોઈ પણ બેટ્સમેન વિકેટ પર સ્થિર થઈ શક્યો ન હતો. પરિણામ એ આવ્યું કે આખી ટીમ માત્ર 123 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. અને જમૈકા થલાવાઝ આ મેચ 46 રનના વિશાળ અંતરથી હારી ગઇ.
આ જીતથી ગુયાના એમેઝોન વોરિયર્સની ટીમ પ્લેઓફની નજીક આવી ગઈ છે. આ બધું તેના કેપ્ટન નિકોલસ પુરનની શાનદાર ઇનિંગ્સને કારણે શક્ય બન્યું છે. IPL 2021 ના પહેલા તબક્કામાં પૂરણનું બેટ ખરાબ રીતે નિષ્ફળ રહ્યુ હતુ. તેણે 7 મેચમાં માત્ર 28 રન બનાવ્યા હતા. પરંતુ, CPL 2021 માં તેને રંગમાં જોઈને હવે પંજાબ કિંગ્સ ખીલ્યા હશે.