ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનારી છે. આ માટે થઈને BCCI એ ટીમ ઈન્ડિયાનો એલાન કર્યુ હતુ, આ યાદીમાં ચેતેશ્વર પુજારાનુ નામ બહાર રહ્યુ હતુ. શુક્રવારે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાની વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની ટીમમાંથી ચેતેશ્વર પુજારાને દૂર કરવામાં આવ્યો હતો. જોકે હવે તેના થોડા સમય બાદ પુજારાને અન્ય એક ટીમમાં સ્થાન મળ્યુ છે. આ સ્ટાર ક્રિકેટર હવે દુલીપ ટ્રોફીમાં રમતો નજર આવનારો છે.
ચેતેશ્વર પુજારાએ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ચાહકોની અપેક્ષાનુસાર રમત બતાવી નહોતી. ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમતા પુજારાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, આમ ફોર્મમાં રહેલ પુજારા WTC Final 2023 માં સારુ પ્રદર્શન જાળવી રાખશે એવી આશા હતી. પરંતુ ધ ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં તેનુ પ્રદર્શન ખાસ રહ્યુ નહોતુ. તેણે મેચમાં માત્ર 41 રન બંને ઈંગમાં મળીને નોંધાવ્યા હતા.
મીડિયા રિપોર્ટનુસાર ચેતેશ્વર પુજારા દુલીપ ટ્રોફીમાં રમતો જોવા મળશે. દુલીપ ટ્રોફીમાં ચેતેશ્વર પુજારા વેસ્ટ ઝોન તરફથી રમતો નજર આવશે. આમ તો ચેતેશ્વર પુજારા અને સૂર્યકુમાર યાદવ બંને ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ વેસ્ટ ઝોન ટીમના બે સ્ટાર ખેલાડીઓની પસંદગી ભારતીય ટીમમાં થઈ છે. આમ હવે પુજારા અને સૂર્યા બંને આ સ્ટાર ખેલાડીઓનુ સ્થાન વેસ્ટ ઝોન ટીમમાં લેશે. વેસ્ટ ઝોન દુલીપ ટ્રોફીની પોતાની પ્રથમ મેચ આગામી 5 જુલાઈએ રમશે. જેમની ટક્કર સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોન બંનેમાંથી વિજેતા થનારી ટીમ સામે થશે.
Sunil Gavaskar opposes the exclusion of Cheteshwar Pujara from the Test team.
He said “Why is he [Cheteshwar Pujaral dropped? Why is he being made the scapegoat for our batting failures? Because he doesn’t have millions of followers on whatever platforms who would make a noise… pic.twitter.com/i9D2HiiJTu
— Vipin Tiwari (@vipintiwari952) June 23, 2023
ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ આ બંને વેસ્ટ ઝોન ટીમના ખેલાડીઓ હતા. પરંતુ બંને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ સાથે જશે. આમ આ બંનેના સ્થાને પુજારા અને સૂર્યા રમશે. ગાયકવાડ અને જયસ્વાલ બંનેને ભારતીય સ્ટાર બેટર ચેતેશ્વર પુજારાના વિકલ્પના રુપમાં જોવામાં આવી રહ્યા છે.
Every single boundary from the 154 run partnership between @cheteshwar1 and @iMRizwanPak 😍#LVCountyChamp pic.twitter.com/9OVtysEMXd
— LV= Insurance County Championship (@CountyChamp) April 30, 2022
પુજારા ત્રીજા સ્થાને ભારતીય ટીમ તરફથી બેટિંગ કરે છે, આમ હવે આ સ્થાન પર બંનેમાંથી કોઈ એક નજર આવશે. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલ ભારતીય ટીમની ઓપનિંગ જોડી રહેશે અને જયસ્વાલ અથવા ગાયકવાડ બંનેમાંથી એક ત્રીજા સ્થાને બેટિંગ માટે મેદાને ઉતરી શકે છે.
Dravid & Selectors wanted to try Jaiswal & Ruturaj, that is why Pujara is not picked for the WI tour, he has been communicated well and doors are not closed if he does well in domestics. [TOI] pic.twitter.com/LOURlyY5JH
— Johns. (@CricCrazyJohns) June 23, 2023
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચેતેશ્વર પુજારા માટે દરવાજા બંધ નથી થયા. તે હજુ ઘરેલુ ક્રિકેટમાં રમીને પોતાના પ્રદર્શનના આધાર પર તે ફરીથી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. હાલમાં જોકે એમ માનવાાં આવી રહ્યુ છે કે, ટીમ ઈન્ડિયાના પસંદગી કારો યુવા ખેલાડીઓને મોકા આપવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. યુવા ખેલાડીઓને અજમાવવા માટે થઈને પુજારા જેવા સિનીયર ખેલાડીઓને બહાર રાખ્યા છે. જોકે પુજારા હવે દુલીપ ટ્રોફીમાં પોતાની રમત બતાવશે.
Published On - 10:01 am, Sat, 24 June 23