ભારતનો ટેસ્ટ સુપરસ્ટાર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) આ દિવસોમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં (County Championship 2022) પોતાની શાનદાર બેટિંગનો પ્રતાપ બતાવી રહ્યો છે. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા પુજારાને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ તેણે પુનરાગમનની આશા છોડી ન હતી. પુજારાએ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુની મેચમાં સસેક્સ (Sussex Cricket) તરફથી રમતા બેવડી સદી ફટકારી હતી. પુજારાએ આ સદી સાથે સંકેત આપ્યો છે કે તે લાંબા સમય સુધી ટીમની બહાર રહેવાનો નથી અને ટૂંક સમયમાં વાપસી કરશે.
ચેતેશ્વર પુજારા ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો હિસ્સો છે. જોકે તે છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ જ કારણ હતું કે તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ ફ્લોપ થયા બાદ પુજારાની ભારે ટીકા થઈ હતી. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં ચેતેશ્વર પુજારાનું નામ ન હતું. ત્યાર બાદ તાજેતરમાં, રણજી ટ્રોફી 2022 ના પ્રથમ તબક્કામાં પણ, પુજારા અપેક્ષા મુજબનું પ્રદર્શન કરતો જોવા મળ્યો ન હતો. રણજી ટ્રોફી બાદ પુજારા ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયો હતો.
Batting masterclass. 🧙♂️ 🙌
Read all about the action from the final day against Derbyshire. 📝 ⬇ #GOSBTS
— Sussex Cricket (@SussexCCC) April 17, 2022
સસેક્સ ક્રિકેટની ટીમ ડર્બીશાયર સામે મેચ રમી રહી હતી. સસેક્સ માટે પૂજારાની આ પ્રથમ મેચ હતી. તે પ્રથમ ઇનિંગમાં વધુ કંઈ કરી શક્યો ન હતો અને માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેમની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 174 રન જ બનાવી શકી હતી. તેથી જ તેને ફોલોઓન મળ્યું. જોકે, બીજી ઈનિંગમાં પુજારા એવી રીતે મેદાન પર રહ્યો કે જ્યાં સુધી ટીમની હાર ટળી ન હતી ત્યાં સુધી તે અણનમ રહ્યો હતો. પુજારાએ 387 બોલમાં 201 રન બનાવ્યા અને અણનમ રહ્યો. તેણે પોતાની ઇનિંગમાં 23 ચોગ્ગા ફટકાર્યા હતા. પોતાની ઇનિંગ્સમાં તેણે 467 મિનિટ સુધી બેટિંગ કરી હતી. પુજારા સિવાય કેપ્ટન ટોપ હંસે પણ 243 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : GT vs CSK IPL Match Result: ડેવિડ મિલરની શાનદાર ઇનિંગે ચેન્નાઈની જીત છીનવી લીધી, ગુજરાતે 3 વિકેટે હરાવ્યું
આ પણ વાંચો : IPL 2022 : ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો