ગુજરાતના ભાવનગર થી આવતો ચેતન સાકરિયા (Chetan Sakariya) હવે રાજસ્થાનને બદલે દિલ્હીની ટીમમાં થી જોવા મળશે. આ ખેલાડીને અગાઉ રાજસ્થાન રોયલ્સે પોતાની સાથે 1.20 કરોડમાં જોડ્યો હતો. તેને ફરી થી પોતાની સાથે ટીમમાં સમાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ આઇપીએલ 2022 ઓક્શન (IPL 2022 Auction) દરમિયાન ઋષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તેને ખરિદવામાં સફળ રહી છે. દિલ્હી તેને તેની બેઝ પ્રાઇઝ કરતા 8 ગણી રકમથી પણ વધુ બોલી લગાવીને પોતાની સાથે કર્યો છે.
સાકરિયાએ ગત વર્ષે જ ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યુ હતુ. આ વર્ષે ઓક્શનમાં તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રુપિયા હતી. તેણે ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે આઇપીએલ ડેબ્યૂ કર્યુ હતુ. તેના માટે સૌ પ્રથમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બોલીની શરુઆત કરી હતી. જોકે રાજસ્થાને પોતાની સાથે જોડવા માટે પ્રયાસ શરુ કરી બોલી બોલવામાં જોડાયુ હતુ. રાજસ્થાને આરસીબીની 1 કરોડની બોલી સામે 1.3 કરોડની બોલી લગાવી હતી. જેને આરસીબીએ આગળ વધારી હતી. તો રાજસ્થાને 1.7 કરોડની બોલી બોલી હતી.
દિલ્હીએ આ દરમિયાન 1.8 કરોડની બોલી લગાવીને તેને ખરીદવામાં રસ બતાવ્યો હતો. આમ કરતા બોલી 3 અને બાદમાં 4 કરોડના આંકડાને પાર કરી ગઇ હતી. રાજસ્થાને 4 કરોડ બોલતા જ દિલ્હીએ 4.2 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આમ દિલ્હીની ઉંચી બોલી સામે રાજસ્થાન હટી જતા સાકરિયા દિલ્હીની ટીમમાં જોડાયો હતો.
IPL 2021માં રાજસ્થાન રોયલ્સ તરફ થી રમવા દરમ્યાન કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 14 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. તેની ઇકોનોમી 8.19 ની રહી હતી. તેના બાદ ચેતન સાકરિયાને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે T20 અને એક વન ડે મેચ રમી હતી. જેમાં તેણે કુલ 3 વિકેટ ઝડપી હતી.
Left-arm pacer Chetan Sakariya is SOLD to @DelhiCapitals for INR 4.2 crore
@Sakariya55 #TATAIPLAuction #IPLAuction #IPLMegaAuction2022 #TV9News pic.twitter.com/AMjApwdPEP
— Tv9 Gujarati (@tv9gujarati) February 13, 2022
ટેમ્પો ચાલકના સામાન્ય પરિવારમાંથી આઇપીએલમાં આવેલા ચેતન સાકરિયા માટે વર્ષ 2021 ઉતાર ચઢાવથી ભરેલુ રહ્યુ હતુ. વર્ષની શરુઆતમાં એટલે કે જાન્યુઆરીમાં, જ્યારે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો, ત્યારે તેના નાના ભાઈએ આત્મહત્યા કરી હતી. થોડા દિવસો બાદ તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા IPL 2021 ની હરાજીમાં એક કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ કરવામાં આવ્યો હતો. મે મહિનામાં તેના પિતાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ જુલાઈમાં તે ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો.
Published On - 1:58 pm, Sun, 13 February 22