ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની સિઝનનો આજે ડબલ હેડર દિવસ છે. પ્રથમ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ સિઝનમાં પોતાની જીત માટે વધુ રાહ જોવાની સ્થિતી સર્જાઈ છે. ચેન્નાઇ તેની ચોથી મેચ હાર્યુ છે. ચેન્નાઈએ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 154 રન 7 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદના ઓપનર કેન વિલિયમસન અને અભિષેક શર્મા (Abhishek Sharma) એ શાનદાર શરુઆત ટીમને અપાવી જીતનો પાયો નાંખ્યો હતો. બંને એ 89 રનની ભાગીદારી રમત રમી હતી. માત્ર 2 વિકેટ ગુમાવીને 18 મી ઓવરમાં હૈદરાબાદની ટીમે ચેન્નાઈ પર જીત મેળવી હતી.
અભિષેક શર્માએ સનરાઇઝર્સ હૈદરાબાદે સિઝનમાં નવા પ્રાણ પૂરવા રુપ રમત રમી છે. અભિષેકે શરુઆત થી મોકા પર ચોગ્ગાની માફક બેટ ગુમાવ્યુ હતુ. તેને કેપ્ટન કેન વિલિયમસને જબરદસ્ત સાથ પુરાવ્યો હતો. બંનેએ 89 રનની ભાગીદારી પ્રથમ વિકેટ માટે કરી હતી. જે જીત માટે પાયારુપ પાર્ટનરશિપ હતી. વિલિયસન 40 બોલમાં 32 રન કરીને મુકેશ ચૌધરીનો શિકાર થયો હતો. તે મોઈન અલીના હાથમાં કેચ આપી બેઠો હતો.
ઓપનર અભિષેકે 50 બોલમાં 75 રનની ઇનીંગ રમી હતી. તેણે એકલા હાથે લડાયક ઈનીંગ રમી દર્શાવી હતી, જેના ફળ સ્વરુપે હૈદરાબાદને પ્રથમ જીતનો સ્વાદ ચાખવા મળ્યો. હતો. અભિષેકે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. હૈદરાબાદે તેની બીજી વિકેટ 145 રનના સ્કોર પર ગુમાવી હતી. જે વખતે ટીમની જીત માત્ર 10 રન દુર હતી. જોકે રાહુલ ત્રિપાઠી અને નિકોલસ પૂરણે (5) જીતની ઔપચારિકતા પુરી કરી લીધી હતી. રાહુલે 15 બોલમાં 39 રન ફટકાર્યા હતા.
જે પ્રમાણે અભિષેકે મક્કમતા પૂર્વકની રમત દર્શાવી હતી, જેની સામે ચેન્નાઈના બોલરો જાણે નતમસ્તક રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા, મહેશ તિક્ષણા, ક્રિસ જોર્ડન, મોઇન અલી જેવા અનુભવીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને એક વિકેટ મેળવવામાં સફળ રહી શક્યા નહોતો. મુકેશ ચૌધરી અને ડ્વેન બ્રાવો એક એક વિકેટ મેળવી હતી. પરંતુ જેની સામે રન ગુમાવ્યા હતા. જોર્ડને પણ ખૂબ ખર્ચાળ બોલીંગ કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 7:03 pm, Sat, 9 April 22