IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને લાગ્યો ઝટકો, મુખ્ય ખેલાડી IPLમાંથી થયો બહાર

IPL 2022ની તૈયારીના ભાગ રૂપે ધોની સહિત ચેન્નઈ ટીમના અનેક સભ્યો પ્રેક્ટિસના ભાગ રૂપે સુરત શહેર પહોંચ્યા. સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને લાગ્યો ઝટકો, મુખ્ય ખેલાડી IPLમાંથી થયો બહાર
Deepak-Chahar (File Photo)
| Edited By: | Updated on: Mar 02, 2022 | 9:25 PM

આઈપીએલ (IPL 2022)માં ગત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને 2022ની સિઝન માટે મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈ ટીમના મહત્વના ખેલાડી દીપક ચહર (Deepak Chahar) ટુર્નામેન્ટમાં શરૂઆતની મેચ ગુમાવી શકે છે. દીપક ચહર ઘુંટણ પાસે થયેલી ઈજાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તે નેશનલ ક્રિકેટ એકેડેમીની દેખરેખમાં છે. ESPNCricInfoના રિપોર્ટ પ્રમાણે તેને ઈજામાંથી બહાર આવતા થોડો સમય લાગી શકે છે.

માનવામાં આવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ દીપક ચહરના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. નેશનલ ક્રિકેટ એકેડેમીમાં દીપક ચહર હાલ ક્વોરન્ટાઈનમાં છે. આ વખતે આઈપીએલના મેગા ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડીઓમાં તે બીજા ક્રમે હતો. ચેન્નઈ ટીમે દીપક ચહરને 14 કરોડમાં ખરીદ્યો હતો. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન દીપક ચહરે બોલની સાથે બેટિંગમાં પણ નોંધનીય પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે એક અડદી સદી ફટકારી હતી તો તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં એક વન-ડે મેચમાં 38 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.

 

દીપક ચહર 2018થી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો છે પણ આ વખત ચેન્નાઈ ટીમે તેને રીટેન કર્યો ન હતો. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની યોજનામાં તેને ફરીથી ટીમમાં લેવા માટેની યોજના હતી. આજ કારણ હતું કે તેને ચેન્નાઈ ટીમ સાથે અન્ય ટીમોએ પણ તેને ખરીદવા માટે રસ દાખવ્યો હતો અને અંતે ચેન્નાઈ ટીમે 14 કરોડ જેટલી મોટી રકમમાં ખરીદ્યો હતો.

 

આઈપીએલ 2022ની લીગ સ્ટેજની તમામ મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને પૂણેના એમ કુલ 4 સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ટ્રેનિંગ કેમ્પ માટે સુરત શહેરને પસંદ કર્યું છે. જેના ભાગ રૂપે ધોની સહિત ચેન્નઈના અન્ય સભ્યો બુધવારે 2 માર્ચના રોજ સુરત પહોંચી ચુક્યા છે. ચેન્નઈ ટીમ 7 માર્ચથી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ટ્રેનિંગ શરૂ કરશે. હાલ ધોની સહિત ટીમના સભ્યો 5 દિવસના ક્વોરન્ટાઇનમાં છે. આઈપીએલ 2022 ની શરૂઆત આ વખતે 26 માર્ચથી થઈ રહી છે. જેમાં કુલ 10 ટીમો રમી રહી છે. બે નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ મેદાન પર ઉતરી રહી છે.

આ પણ વાંચો : IPL 2022: સિંઘમ ઈન સુરત, પ્રેક્ટિસના ભાગ રૂપે ધોની અને તેની સેના સુરત પહોંચી

આ પણ વાંચો : IPL: પાકિસ્તાનની ધરતી પર જ રહી ઓસ્ટ્રેલિયન ખેલાડીએ લગાવ્યા મરચાં, કહ્યુ આઇપીએલ આગળ PSL નું કંઇના આવે