IPL 2023 નો લીગ તબક્કો રવિવારે ખતમ થઈ જશે. આ સાથે જ મુંબઈ, ચેન્નાઈ અને લખનૌ સહિતની ટીમો પ્લેઓફની ફ્લાઈટ પકડશે કે પછી ઘર તરફની એ પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હશે. શનિવારે જ મોટાભાગની સ્પષ્ટતા જોઈ શકાશે, પરંતુ બેંગ્લોરની સ્થિતી રવિવારે રાત્રે જ ખ્યાલ આવશે. શનિવારે દિલ્હીમાં ધોની સેનાએ પ્લેઓફની ટિકિટ મેળવવા માટે દમ લગાવવાનો છે. ક્વોલીફાયર 1 મેચ ચેપોક સ્ટેડિયમમાં રમાનારી છે અને ચેન્નાઈના ચાહકો ધોની અને CSK ને ફરીથી પોતાના ઘર આંગણે રમતા જોઈ શકશે નહીં તે સાંજ સુધીમાં ક્લીયર થઈ જશે. ચાર વાર IPL ચેમ્પિયન ધોની માટે શનિવારનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ધોની માટે આજનો દિવસ બેચેન કરનારો બની રહી શકે છે.
દિલ્હી કેપિટલ્સ પોતાના ઘરે આંગણે મેચ રમશે અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટક્કર થનારી છે. ધોની માટે શનિવારની મેચ એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે, તેની આ સિઝન અંતિમ હોઈ શકે છે. ધોની માટે આજે હાર સિઝનનની અને કરિયરની અંતિમ મેચ બની શકે છે. ધોની ક્યારે વિદાય લેશે એ વાત આમ તો ખુદ ધોની જ જાણે છે. આમ ચેન્નાઈ માટે આજે જીતની આશા વધારે રાખવામાં આવે છે અને ચેપોકમાં ફરી એકવાર તેને ઘર આંગણે રમતો જોઈ શકાય. ધોની ચેમ્પિયન બનીને વિદાય લે એવુ પણ ચાહકો ઈચ્છી રહ્યા છે. આ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે દિલ્હીની સામે જીત મેળવવી સૌથી પહેલા જરુરી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો ધોની સેનાની જીત આજે કોઈ પણ હિસાબે ઈચ્છી રહ્યા છે. પ્લેઓફમાં સીધી એન્ટ્રી મેળવવા માટે દિલ્હી સામે ચેન્નાઈએ જીતવુ જરુરી છે. આ માટે ધોનીએ બધુ જ કરી છુટવુ જરુરી છે. ચેન્નાઈ માટે હાર બાદ પણ દરવાજા પ્લેઓફના ખૂલ્લા રહેશે પરંતુ તેના માટે જો અને તોની સ્થિતી સર્જાશે. આ માટે કૃણાલ પંડ્યાની આગેવાની ધરાવતી લખનૌ સુપર જાયન્ટ્સ પણ તેની અંતિમ મેચ હારે તેની રાહ જોવી પડશે. જોકે ધોની અને તેના ચાહકો ચેન્નાઈ જીત સાથે ક્વોલીફાયર 1 માં સીધુ પહોંચે તેવી આશા રાખશે. આ માટે શક્ય તમામ તાકાત ચેન્નાઈ દિલ્હીમાં દિલ્હી સામે અજમાવશે.
Published On - 9:13 am, Sat, 20 May 23