Ranji Trophy Final : રણજી ટ્રોફીના ફાઈનલના મુકાબલામે ફરી એક વખત ચકે ઈન્ડિયાના કબીર ખાનની યાદ અપાવી છે, મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રજત પાટીદારે જીતનો રન લીધો તો ડગઆઉટમાં બેઠેલા ટીમના કોચ ચંદ્રકાંત પંડિતની આંખોમાં આસું આવ્યા હતા. 23 વર્ષ પહેલા પણ તેની આંખમાં આંસુ આવ્યા હતા તે આંસુ હતા (Ranji Trophy )ફાઈનલમાં હારવાના હવે આજે આ 23 વર્ષ જૂનું સપનું પુરું કરવાના આસું છે, ચંદ્રકાંત(Chandrakant Pandit) જે કામ મધ્યપ્રદેશના કેપ્ટન તરીકે ન કરી શક્યા તે કામ તેણે કોચ બની પુરું કર્યું હતુ.
મધ્યપ્રદેશે રવિવારના રોજ 41 વખતનું ચેમ્પિયન મુંબઈને 6 વિકેટે હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ ટીમ વર્ષ 1998-99ની સીઝનની ફાઈનલમાં પહોંચી હતી. આ મુકાબલો બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયો હતો, ત્યારે મધ્યપ્રદેશ કર્ણાટક વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો, મધ્યપ્રદેશની ટીમની કેપ્ટનશીપ તે સમયે ચંદ્રકાંત પંડિતના હાથમાં હતી.
22 વર્ષ પછી ચંદ્રકાંત ફરી એક વખત મધ્યપ્રદેશની ટીમમાં પરત ફર્યો પરંતુ આ વખતે તે ટીમના કોચની જવાબદારી હતી. તેમને ટીમને ફરીથી રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડવામાં સફળ રહ્યો હતો. આ વખતે તેની ટીમ ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી અને તેમણે પોતાનું 23 વર્ષ જૂનું સપનું કોચ બની પુરુ કર્યું.
લીગ રાઉન્ડમાં મધ્યપ્રદેશની ટીમે શાનદાર રમત દેખાડી હતી. તેમણે ગુજરાત અને મેધાલયને માત આપી કેરળ વિરુદ્ધ મુકાબલો ડ્રો રહ્યો હતો, ક્વાર્ટર ફાઈનલમાં ટીમનો સામનો પંજાબ સામે હતો જેને 10 વિકેટે હાર આપી હતી. સેમીફાઈનલમાં બંગાળ સામે 174 રને મોટી જીત સાથે ટૂર્નામેન્ટમાં બીજી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. જ્યાં તેનો સામનો 41 વખતની ચેમ્પિયન મુંબઈ સામે થયો હતો જ્યાં મધ્યપ્રદેશની ટીમ એક ચેમ્પિયન તરીકે રમત દેખાડી ટીમને જીત અપાવી હતી.
ચંદ્રકાંત પંડિતને ધરેલું ક્રિકેટમાં ટીમનો કોચ બની ટીમને જીત અપાવવા સફળ રહ્યો છે. કોચના નામે રણજી ટ્રોફી ટાઈટલ છે તે ત્રણ વખત મુંબઈને ચેમ્પિયન બનાવી ચૂક્યા છે, આ વખતેનો ખિતાબ ખુબ ખાસ છે. આ ખિતાબ સાથે તેની ભાવનાઓ જોડાયેલી છે કારણ કે, આ તેનું 23 વર્ષ જૂનું સપનું હતુ.