
આજે 12 માર્ચના રોજ લીગ સ્ટેજની બંને મેચ ચંડીગઢમાં રમાશે. આજે પ્રથમ મેચ બંગાળ ટાઈગર્સ- ભોજપુરી દબંગ્સ વચ્ચે રમાશે. આ મેચ બપોરે 2.30 કલાકે શરુ થશે. જ્યારે બીજી મેચ મુંબઈ હીરોઝ-પંજાબ દે શેર વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરુ થશે. 18 ફેબ્રુઆરીથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ વચ્ચે સેલિબ્રિટી ક્રિકેટ લીગની નવી સિઝન શરૂ થઈ હતી.
આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય સિનેમાના વિવિધ ભાગોમાંથી ટીમો ભાગ લે છે. લીગની શરૂઆત 2010માં હૈદરાબાદના વિષ્ણુવર્ધન ઈન્દુરી દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સીઝન 2011માં રમાઈ હતી જેમાં ચાર ટીમો ચેન્નાઈ રાઈનોઝ, તેલુગુ વોરિયર્સ, મુંબઈ હીરોઝ અને કર્ણાટક બુલડોઝર્સે ભાગ લીધો હતો.હમણા સુધી આ ટુર્નામેન્ટમાં ધમાકેદાર મેચ જોવા મળી છે.
બંગાળ ટાઈગર્સ : ઉદય, ઈન્દ્રશીશ, મોહન, સુમન, યુસુફ, જીતુ કમલ, જૈમી, રત્નાદિપ ઘોષ, આનંદ ચૌધરી, સેન્ડી, આદિત્ય રોય બેનર્જી, અરમાન અહેમદ, મંટી, રાહુલ મઝુમદાર, ગૌરવ ચક્રવર્તી, બોની અને સૌરવ દાસ, જોય, જો.
ભોજપુરી દબંગ્સ: મનોજ તિવારી (કેપ્ટન), રવિ કિશન, વિક્રાંત સિંહ, આદિત્ય ઓઝા, અસગર ખાન, અયાઝ ખાન, જય યાદવ, અંશુમાન સિંહ લાલ યાદવ, વિકાસ ઝા, બૈવ રાય અને સુધીર સિંહ, વિકાસ સિંહ વિરપ્પન, અજોય શર્મા, શૈલેષ સિંહ , દિનેશ લાલ યાદવ , પરવેશ લાલ યાદવ , ઉદય તિવારી , અંશુમાન સિંહ.
મુંબઈ હીરોઝ : સુનીલ શેટ્ટી, આફતાબ શિવદાસાની, સોહેલ ખાન, બોબી દેઓલ, જય ભાનુશાલી, સાકિબ સલીમ, શબીર અહલુવાલિયા, રાજા ભેરવાની, શરદ કેલકર, અપૂર્વ લાખિયા, સમીર કોચર, સિદ્ધાંત મુલે, માધવ દેવચાકે, ફ્રેડી દારુવાલા, વત્સલ રાજેશ શેઠ, વત્સલ રાજેશ, અપૂર્વ લાખિયા , નિશાંત દહિયા, નવદીપ તોમર, સંદીપ જુવાટકર, જતીન સરના, અને અમિત સિઆલ.
પંજાબ દે શેરઃ સોનુ સૂદ (કેપ્ટન), જિમ્મી શેરગિલ, આયુષ્માન ખુરાના, ગુરપ્રીત ઘુગ્ગી, બિન્નુ ધિલ્લોન, જસ્સી ગિલ, આર્યમાન સપ્રુ, નવરાજ હંસ, યુવરાજ હંસ, મુકુલ દેવ, અર્જન બાજવા અને હરમીત સિંહ, રાહુલ દેવ, ગવી ચહલ, દેવ. ખરૌદ, ગુલઝાર ચાહર, બબ્બલ રાય.
ગત સિઝનમાં જ્યાં કેરળ સ્ટ્રાઈકર્સ અને બંગાળ ટાઈગર્સની ટીમો સામેલ હતી, આ વખતે વધુ બે નવી ટીમો વીર મરાઠી અને ભોજપુરી દબંગ પણ લીગમાં ભાગ લઈ રહી છે. બોલ્ડ અને સુંદર બિપાસા બાસુ અને કાજલ અગ્રવાલને આ સિઝનમાં લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડવામાં આવ્યા છે.ગત સિઝનમાં ચેન્નાઈ રાઈનોસે કર્ણાટક બુલડોઝર્સને માત્ર એક રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.