CCL 2023: બેંગાલ સામે તેલુગુ ટીમનો 8 વિકેટે વિજય, અશ્વિન અને અખિલની તોફાની અડધી સદી

|

Feb 26, 2023 | 12:05 PM

Bengal Tigers Vs Telugu Warriors: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બીજી મેચ તેલુગુ વોરિયર્સ અને બેંગાલ ટાઈગર્સ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને તેલુગુએ બેંગાલને પ્રથમ બેટિંગ કરવા નિંમત્રણ આપ્યુ હતુ.

CCL 2023: બેંગાલ સામે તેલુગુ ટીમનો 8 વિકેટે વિજય, અશ્વિન અને અખિલની તોફાની અડધી સદી
Telugu Warriors won match against Bengal Tigers

Follow us on

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગ ની બીજી મેચ બેંગાલ ટાઈગર્સ અને તેલુગુ વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. તેલુગુ ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે બેંગાલ ટાઈગર્સને નિંમંત્રણ આપ્યુ હતુ. તેલુગુના કેપ્ટન અખિલ અક્કિનેન ટીમને જીત અપાવવા માટે પ્રથમ ફિલ્ડીંગ કરવાની રણનિતી પર સફળ રહ્યો હતો. તેલુગુએ 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. અશ્વિન બાબુ આ મેચનો હિરો રહ્યો હતો. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં શનિવારે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચ ચેન્નાઈ રિનોઝ અને ભોજપુરી ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં અભિનેતા મનોજ તિવારીની ટીમે 9 વિકેટથી મેચ જીતી લીધી હતી. જ્યારે જયપુરમાં સાંજે બીજી મેચ બેંગાલ અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પણ શાનદાર બેટિંગ જોવા મળી હતી.

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

બેંગાલના જિસ્શુની કેપ્ટન ઈનીંગ એળે

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બેંગાલે શરુઆતમાં ઝડપથી વિકેટો ગુમાવી હતી. જોકે અંતમાં જેમી બેનર્જીની તોફાની રમતે ટીમ માટે યોગ્ય સ્કોર પ્રથમ ઈનીંગ માટે નોંધાવી શકાયો હતો. પ્રથમ ઈનીંગમા ઓપનર સંજય મુખર્જી 14 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા. ટીમે 19 રનના સ્કોપ પર ઓપનર ઈન્દ્રીશની વિકેટ ગુમાવી હતી. જેણે 9 રન નોંધાવ્યા હતા. બીજી વિકેટના રુપમાં સેન્ડી આઉટ થયો હતો. તે શૂન્ય રને લિગબિફોર થઈ પરત ફર્યો હતો. રાહુલ મજબુદાર ત્રીજી વિકેટના રુપમાં 29 રનના સ્કોર પર પરત ફર્યો હતો. તેણે 7 રન નોંધાવ્યા હતા. વિકેટકીપર બેટર યુસુફ7 રન નોંધાવ્યા હતા. જોકે અંતમાં જેમી બેનર્જીએ 18 બોલમાં 39 રનની તોફાની ઈનીંગ રમી હતી. તેણે 1 છગ્ગો અને 4 ચોગ્ગા વડે આ રન નોંધાવ્યા હતા. કેપ્ટન જિસ્શૂ પ્રથમ ઈનીંગમાં 14 રન નોંઘાવી અણનમ રહ્યો હતો.

બીજી ઈનીંગમાં જેમ્મી બેનર્જીએ માત્ર 11 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી રાહુલ મજબુદાર શૂન્ય રને પ્રથમ બોલ પર રમતા વિકેટ ગુમાવી હતી. જ્યારે બાદમાં કેપ્ટન જિસ્શૂએ શાનદાર કેપ્ટન ઈનીંગ નિભાવી હતી. તેણે જિસ્શૂએ 83 રન નોંધાવ્યા હતા. તેણે 36 બોલનો સામનો કરતા આ રન નોંધાવ્યા હતા. યુસુફે 20 રન નોંધાવીને કેપ્ટનને સાથ આપ્યો હતો. જોકે કેપ્ટને સૌથી વધુ સ્ટ્રાઈક પોતાની પાસે રાખીને સ્કોર વધારવા માટે પ્રયાસ કર્યો હતો.

તેલુગુનો શાનદાર વિજય, અશ્વિન અને અખિલની ફિફટી

કેપ્ટન અખિલે પ્રથણ ઈનીંગમાં શાનદાર અણનમ અર્ધશતકીય ઈનીંગ રહી હતી. તેણે તોફાની રમત વડે 26 બોલમાં 57 રન નોંધાવ્યા હતા. અશ્વિન બાબુએ પણ તોફાની અંદાજ સાથએ 17 બોલનો સામનો કરીને 43 રન નોંધાવ્યા હતા. બંનેની રમત વડે પ્રથમ ઈનીંગમાં 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 126 રનનો સ્કોર નોંધાવ્યો હતો. પ્રિન્સ 4 રન અને સુધીર બાબુ 17 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી.

જ્યારે બીજી ઈનીંગમા તેલુગુ માટે અશ્વિન બાબુએ તોફાની રમત વડે 26 બોલમાં 62 રન અણનમ નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા માત્ર 2 ડોટ બોલ જ તે રમ્યો હતો. નિખીલ માત્ર 4 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે વિશ્વાએ 6 રનનુ યોગદાન આપી ક્લીન બોલ્ડ થયો હતો. કેપ્ટન અખિલે બીજી ઈનીંગમાં અણનમ 33 રનની ઈનીંગ રમી હતી. આ માટે તેણે 19 બોલનો સામનો કર્યો હતો. અખિલે 1 છગ્ગો અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. તેલુગુએ 8.2 ઓવરમાં વિજયી લક્ષ્ય પાર કરી લીધુ હતુ.

 

Next Article