Breaking News: ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ‘મોટો ફેરફાર’… હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમે ટેસ્ટ ટીમનું પદ છોડવાનો નિર્ણય લીધો

ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમને પોતાની આક્રમક બેટિંગ શૈલીથી એક નવો અંદાજ આપનારા હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમે મોટો નિર્ણય લીધો છે. તેઓ હવે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ પદેથી હટી જશે.

Breaking News: ઇંગ્લેન્ડ ક્રિકેટમાં મોટો ફેરફાર... હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમે ટેસ્ટ ટીમનું પદ છોડવાનો નિર્ણય લીધો
| Updated on: Jul 12, 2026 | 8:12 PM

ઇંગ્લેન્ડ ક્રિકેટમાં મોટો ફેરફાર થયો છે. બ્રેન્ડન મેક્કુલમે ઇંગ્લેન્ડ મેન્સ ટેસ્ટ ટીમના હેડ કોચનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. જો કે, તે ઇંગ્લેન્ડની ODI અને T20 ટીમ એટલે કે વ્હાઇટ બોલ ટીમના હેડ કોચ તરીકે યથાવત રહેશે. મેક્કુલમ 4 વર્ષ સુધી ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ રહ્યા હતા.

મેક્કુલમના માર્ગદર્શન હેઠળ ટીમે ખૂબ જ આક્રમક ક્રિકેટ રમ્યું, જેને ‘બેઝબોલ’ (Bazball) કહેવામાં આવ્યું. ECB એ પુષ્ટિ કરી છે કે, ‘બેઝબોલ’ ના જનક ગણાતા મેક્કુલમ હવે માત્ર લિમિટેડ ઓવર્સ ક્રિકેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.

મેક્કુલમે ઇંગ્લેન્ડને આપ્યો હતો ‘બેઝબોલ’ એપ્રોચ

બ્રેન્ડન મેક્કુલમે મે 2022 માં ટેસ્ટ કોચ બન્યા બાદ બેન સ્ટોક્સ સાથે મળીને ઇંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટને એક નવો અંદાજ આપ્યો હતો. તેમના આક્રમક ‘બેઝબોલ’ એપ્રોચથી ઇંગ્લેન્ડે ઘણી યાદગાર જીત નોંધાવી હતી. ECB ના CEO રિચર્ડ ગોલ્ડે જણાવ્યું કે, મેક્કુલમે ટેસ્ટ ટીમમાં નવો જીવ પૂરાવ્યો અને ટીમે ઘણી મોટી જીત મેળવી.

જો કે, હવે આવતા વર્ષે એશેઝ જીતવા માટે ટેસ્ટ ટીમમાં ફેરફારનો સમય આવી ગયો છે. ઇંગ્લેન્ડના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ કહ્યું કે, મેક્કુલમ હેઠળ ટીમે ઘણી યાદગાર ક્ષણો આપી છે. તેમણે ખેલાડીઓની વિચારસરણી બદલી અને નવા ટેલેન્ટ (પ્રતિભાઓ) ને તક આપી. હવે ટેસ્ટ ટીમ સારી સ્થિતિમાં છે.

કોચનું પદ છોડવા પર શું બોલ્યા ‘મેક્કુલમ’?

મેક્કુલમે જણાવ્યું કે, ટેસ્ટ ટીમના કોચિંગની જવાબદારી તેમને ખૂબ જ ગમી અને તેમને આ બાબત પર ગર્વ છે. કેટલાક દિવસો સારા રહ્યા તો કેટલાક મુશ્કેલ પણ રહ્યા. તેમણે ઉમેર્યું કે, પદ છોડવાનું દુઃખ છે પરંતુ તેઓ આ નિર્ણયનો આદર કરે છે. હવે તેઓ ODI-T20 ટીમ પર પૂરેપૂરું ધ્યાન આપશે. તેમણે કહ્યું કે, ટેસ્ટ ટીમમાં અદભુત ટેલેન્ટ છે અને તેઓ હંમેશા ટીમને સપોર્ટ કરતા રહેશે.

ખૂબ જ સફળ રહ્યો મેક્કુલમનો ‘કાર્યકાળ’

ટેસ્ટ કોચ તરીકે મેક્કુલમનો કાર્યકાળ ખૂબ જ સફળ રહ્યો હતો. તેમના નેતૃત્વમાં ઇંગ્લેન્ડે હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકાને હરાવ્યું અને પાકિસ્તાનમાં 3-0 થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું. જો કે, એશેઝ 2023 ડ્રો રહી હતી અને ભારતમાં વર્ષ 2024 માં 4-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

મેક્કુલમ વનડે-ટી20 ટીમના કોચ તરીકે ચાલુ રહેશે. તેમની ટીમ તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચી હતી અને ભારતને 5 મેચની ટી20 સિરીઝમાં 4-0 થી હરાવીને નંબર-1 પણ બની છે. ECB હવે ટેસ્ટ ટીમ માટે નવા હેડ કોચની શોધ શરૂ કરશે.

કેપ્ટન Shreyas Iyer કે પછી કોચ Gautam Gambhir? કોના લીધે વર્લ્ડ ચેમ્પિયન ભારત સતત 6 મેચ હાર્યું?

Follow Us