Breaking News: 1.32 લાખથી વધુ દર્શકોની ક્ષમતા, હૈદરાબાદમાં 100 એકરમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

હૈદરાબાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. તેલંગાણા સરકાર અને BCCIના સહયોગથી ફ્યુચર સિટીમાં આ મેગા સ્ટેડિયમ બનાવવામાં આવશે. 100 એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં 1.32 લાખથી વધુ દર્શકો બેસી શકશે. ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ મેચ, મ્યુઝિક કોન્સર્ટ અને મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થઈ શકશે.

Breaking News: 1.32 લાખથી વધુ દર્શકોની ક્ષમતા, હૈદરાબાદમાં 100 એકરમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
worlds largest cricket stadium
Image Credit source: X/INSTAGRAM
| Updated on: Sep 02, 2026 | 7:35 PM

હૈદરાબાદના રમતપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તેલંગાણા સરકાર ફ્યુચર સિટીમાં વિશ્વનું સૌથી મોટું અને આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની યોજના બનાવી રહી છે. આ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પાછળ છોડશે. પ્રસ્તાવિત સ્ટેડિયમનો શિલાન્યાસ ડિસેમ્બર 2026માં થવાની શક્યતા છે.

હૈદરાબાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

નિર્ધારિત યોજના મુજબ સ્ટેડિયમ માટે આશરે 100 એકર જમીન ફાળવવામાં આવશે. અહીં 1.32 લાખથી વધુ દર્શકોની બેઠક ક્ષમતા હશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹1,000થી ₹1,500 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. રાજ્ય સરકાર જમીન ઉપલબ્ધ કરાવશે, જ્યારે BCCI બાંધકામ અને ભવિષ્યના જાળવણી ખર્ચમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

 

1.32 લાખથી વધુ દર્શકોની ક્ષમતા

આ સ્ટેડિયમને માત્ર ક્રિકેટ માટે નહીં, પરંતુ અન્ય રમતો અને વિવિધ કાર્યક્રમો માટેના મેદાન તરીકે વિકસાવવામાં આવશે. અહીં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચો ઉપરાંત મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત સમારોહ અને વિવિધ મોટા સંમેલનોનું આયોજન થઈ શકશે. વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આ સ્ટેડિયમ હૈદરાબાદના રમતગમત ક્ષેત્રને નવી ઓળખ આપી શકે છે.

નવા સ્ટેડિયમથી મોટી મેચોની યજમાની કરવાની તક

હાલમાં હૈદરાબાદના ઉપ્પલ વિસ્તારમાં આવેલું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ મોટી આંતરરાષ્ટ્રીય મેચો માટે મર્યાદિત દર્શક ક્ષમતા ધરાવે છે. તેથી શહેરમાં મોટા સ્ટેડિયમની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી છે. નવા સ્ટેડિયમથી હૈદરાબાદને ભવિષ્યમાં વિશ્વ કપ જેવી મોટી ટુર્નામેન્ટની મહત્વની મેચોની યજમાની કરવાની તક મળી શકે છે.

 

અધતન સુવિધાઓ અને જોરદાર કનેક્ટિવિટી

ફ્યુચર સિટીમાં નિર્ધારિત આ સ્ટેડિયમની કનેક્ટિવિટી પણ તેની ખાસિયત રહેશે. તે આઉટર રિંગ રોડ, રિજનલ રિંગ રોડ, મેટ્રો રેલના વિસ્તરણ અને શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક હશે. આ કારણે સ્થાનિક તેમજ દેશ-વિદેશથી આવતા દર્શકો માટે અહીં પહોંચવું સરળ બનશે. સાથે જ આ પ્રોજેક્ટથી રમતગમત પર્યટનને પણ વેગ મળવાની આશા છે.

Breaking News: રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ નહીં રમે? 24 કલાકમાં નિર્ણય લેવામાં આવશે!

Follow Us
Loading...
Unable to load recommendations.