
યુપી ટી20 લીગ 2026માં રિંકુ સિંહનું વધુ એક ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જે તેમણે 23 ઓગસ્ટના રોજ વરસાદથી પ્રભાવિત મેરઠ મૈવરિક્સ અને ગોરખપુર લાયન્સ વચ્ચે રમાયેલી મેચમાં કર્યું હતુ. વરસાદના કારણે મેચ 8-8 ઓવરની રમાઈ હતી પરંતુ જ્યારે વરસાદ બંધ થયો તો રિંકુ સિંહે રનનો વરસાદ કર્યો હતો. તેમણે માત્ર એક ઓવરમાં 28 રન આપી ટીમને મેચ જીતાડી હતી.
રિંકુ સિંહે જે બોલરની ઓવર 28 રન કર્યા હતા. તેનું નામ વિશાલ નિષાદ હતું. લેગ-સ્પિનર, વિશાલ નિષાદ, ક્રિકેટમાં પ્રવેશતા પહેલા તેના પિતાને મજૂરીમાં મદદ કરતો હતો. વિશાલની કિસ્મતે આઈપીએલ 2026ના મેગા ઓક્શન દરમિયાન સૌથી મોટી છાપ રહી હતી. તેના પર પ્રીતિ ઝિન્ટાની ફ્રેન્ચાઈઝીએ પંજાબ કિંગ્સને 30 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. યુપી ટી20 લીગ 2026માં પ્રીતિ ઝિન્ટાના આ બોલરનો રિંકુ સિંહે પરસેવો વાળ્યો હતો.
Rinku Singh goes full throttle with a stunning 29* off just 7 balls.
Watch UPT20 Season 4 live on JioHotstar, StarSports 2 Hindi HD, StarSports 2 Hindi ,& StarSports.#UPT20 #KhiladiYahanBantaHai #IssBaarSeason4 pic.twitter.com/4onI8FzvXJ
— UP T20 League (@t20uttarpradesh) August 23, 2026
રિંકુ સિંહે મેરઠ મૈવરિક્સની ઈનિગ્સની છઠ્ઠી ઓવરમાં વિશાલ નિષાદને ટાર્ગેટ કર્યો હતો. રિંકુ સિંહે આ ઓવરના 6 બોલમાંથી 5 વખત બાઉન્ડ્રી ફટકારી હતી. તેમણે પહેલા બોલ પર સિક્સ ફટકારી હતી. બીજા બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર સિક્સ ફટકારી હતી.ચોથા બોલ પર પણ સિક્સ ફટકારી હતી. 5માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. છેલ્લા બોલ પર 2 રન લીધા હતા. આ રીતે તેમણે નિષાદની એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા.
8 ઓવરની રમાયેલી આ મેચમાં ગોરખપુર લાયન્સે પહેલા બેટિંગ કરી હતી અને 6 વિકેટ ગુમાવી 91 રન બનાવ્યા હતા. તેમાં 6માંથી 4 વિકેટ મેરઠ મૈવરિક્સના બોલર જીસાન અંસારીએ લીધી હતી. તેમને આઈપીએલ 2025માં કાવ્યા મારને પોતાની ટીમ માટે રમવાની તક તો આપી પરંતુ આગામી સીઝનમાં બહાર કર્યો હતો.
ગોરખપુર લાયન્સ પાસેથી મળેલા 92 રનના ટાર્ગેટને મેરઠ મૈવરિક્સે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 6.4 ઓવરમાં મેળવ્યો હતો. રિંકુ સિંહ 7 બોલમાં 141.29ની સ્ટ્રાઈક રેટથી 29 રન બનાવી અણનમ રહ્યો હતો. ચિકારા 44 રન પર નોટઆઉટ રહ્યો હતો. મેરઠ મૈવરિક્સ માટે ચિકારા ની સાથે અક્ષય દુબેએ ઓપનિંગ કરી હતી પરંતુ તે 13 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો હતો. ત્યારબાદ રિંકુ સિંહે ધમાલ મચાવી હતી.