Breaking News : આંતકવાદી દેશ પાકિસ્તાનની આબરુ ગઈ, પાકિસ્તાન સુપર લીગમાં મેચ રમત-રમતા સફેદ બોલ ગુલાબી થયો

પાકિસ્તાન સુપર લીગ પહેલી જ મેચમાં વિવાદમાં આવી છે.રમત દરમિયાન સફેદ બોલ ગુલાબી થઈ ગયો હતો, પાકિસ્તાનને પહેલી જ મેચમાં ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો.

Breaking News : આંતકવાદી દેશ પાકિસ્તાનની આબરુ ગઈ, પાકિસ્તાન સુપર લીગમાં મેચ રમત-રમતા સફેદ બોલ ગુલાબી થયો
| Updated on: Mar 27, 2026 | 9:40 AM

PSL 2026 : પાકિસ્તાન સુપર લીગમાં લાહૌર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે રમાયેલી મેચમાં કાંઈ એવું જોવા મળ્યું કે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આબરુ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મજાક ઉડી રહી છે. લાહૌરના ગદ્દાફી સ્ટેડિયમમાં જ્યારે હૈદરાબાદ કિંગ્સમૈનની ટીમ ફીલ્ડિંગ કરી રહી હતી. તો મેચ બોલ અચાનક પિંક થઈ ગયો હતો.આવું એટલા માટે થયું કારણ કે, હૈદરાબાદ કિંગ્સમેનની ટીમની જર્સીનો રંગ બોલ પર પડી રહ્યો હતો.

જર્સીએ બદલ્યો બોલનો રંગ

હૈદરાબાદ કિંગ્સમેનની ટીમ પાકિસ્તાન સુપર લીગની નવી ટીમ છે અને તેમણે પોતાના ખેલાડીઓને જે જર્સી આપી છે. તેની ક્વોલિટી સારી નથી. આ માટે તેનો રંગ બોલ પર લાગવા લાગ્યો હતો. કિંગ્સેનના બોલર જ્યારે બોલ ચમકાવવા માટે જર્સી પર લુછી રહ્યા હતા. તો તેનો સફેદ રંગ બોલ પર લાગ્યો હતો. આમ બોલ ગુલાબી થયો હતો. સોશિયલ મીડિયા પર આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મજાક પણ ઉડી રહી છે. પાકિસ્તાનમાં આ ખરાબ જર્સીની ઓળખનો મામલો નથી. આ પહેલા પાકિસ્તાનની ટીમની જર્સી પર ખુબ સવાલો થઈ ચૂક્યા છે. તેની ક્વોલિટી એટલી ખરાબ હોય છે ખેલાડીઓને ખુબ પરસેવો આવે છે.

 

 

 

લાહૌર કલંદર્સે બનાવ્યા 199 રન

પીએસએલ 2026ની પહેલી મેચની જો આપણે વાત કરીએ તો. લાહૌર કલંદર્સે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. ઓપનર ફખર જમાએ આ સીઝનની પહેલી અડધી સદી ફટકારી 39 બોલમાં 53 રનની ઈનિગ્સ રમી હતી. મોહમ્મદ નઈમે 19 બોલમાં 30 રન બનાવ્યા હતા. મિડિલ ઓર્ડરમાં રમનાર વિકેટકીપર હસીબુલ્લા ખાને 28 બોલમાં 40 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિંકદર રજાએ છઠ્ઠા નંબર પર આવી 10 બોલમાં 24 રન બનાવી ટીમનો સ્કોર 199 સુધી પહોંચાડ્યો હતો. કેપ્ટન શાહીન અફરીદીએ 2 બોલમાં 2 સિક્સ ફટકારી હતી. હૈદરાબાદ કિંગ્સમેન માટે રિલી મેરિડિથ અને હસન ખાને 2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ અલીએ એક વિટે લીધી હતી પરંતુ તેમણે 3 ઓવરમાં 50 રન આપ્યા હતા.

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us